fbpx
ભાવનગર

મહુવાના તાવેડા ગામના પ્રગતિશીલ ખેડૂતનું પ્રજાસત્તાક દિને જિલ્લા કક્ષાએથી સન્માન કરાશે

રાજ્ય સરકારશ્રી દ્વારા કૃષિ ક્ષેત્રમાં ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતો કે જેઓ પોતાની આગવી કોઠાસુઝ અને સાહસવૃત્તિથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવામાં અને ઉત્પાદનમાં વધારો કરવામાં તેમજ નવીન તકનીકો રજુ઼ કરવા માટે કાર્ય કરે છે. તેમની આ કૃષિ ઉત્પાદનલક્ષી શોધખોળને પ્રોત્સાહન મળે અને તેમાં વધુ વેગ આવે તે માટે તેમના યોગદાનની કદરરૂપે કૃષિના વિકાસમાં તેમના ફાળાને બિરદાવવા માટે રાજ્ય સરકારશ્રી દ્વારા સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર આપવામાં આવે છે.

        ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તાવેડા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી હિપાભાઇ બાલુભાઇ ભુંકણ દ્વારા કરવામાં આવેલ જીવામૃત, બિજામૃત અને અગ્નિહોત્રિ ના ઉપયોગ દ્વારા સેન્દ્રિય ખેતી પાકો જેવા કે મગફળી, ઘઉં અને ડુંગળીનું સારૂ ઉત્પાદન મેળવીને ઉપજનું પ્રોસેસીંગ/ મુલ્યવર્ધન કરેલ છે. શ્રી હિપાભાઇ બાલુભાઇ ભુંકણના આ ઉદારણીય રૂપ કાર્ય માટે રાજ્ય સરકારશ્રી દ્વારા તેઓને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર આપવાનું નક્કી કરેલ છે. આથી આગામી તા૨૬/૦૧/૨૦૨૩ ના રોજ તળાજા ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કાર્યક્રમમાં સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત ઇનામ પેટે રૂ.૫૧,૦૦૦/- નો ચેક, પ્રશંસાપત્ર અને શાલ આપી બહુમાન કરવામાં આવશે. જિલ્લાના તમામ ખેડૂતોને આ પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લેવા જિલા ખેતીવાડી અધિકારીશ્રી, ભાવનગર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/