જેસર ખાતે ગૌ સત્વ ભાવનગર નેચરલ એફ.પી.ઓ. દ્વારા પ્રાકૃતિક કૃષિના વિવિધ વિકાસલક્ષી યુનિટોના
નિર્માણ માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકારના 10,000 એફ.પી.ઓ. સ્કીમ અંતર્ગત બનેલ અને ગુજરાત પ્રાકૃતિક અને સાયન્સ યુનિવર્સિટી
હાલોલ દ્વારા ઈમ્પ્લીમેન્ટ થતો ગૌસત્વ એફ.પી.ઓ. સ્થળ. આયવેજ 2 બસ્ટેન્ડ, જેસર પાલીતાણા રોડ, તા.જેસર ખાતે
ના આ પ્રસંગે મહંત શ્રી રામાશ્રયપુરી બાપુ (માત્રી માં મંદિર મહંત) ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવેલ હતા.
આ ઉપરાંત ટ્રુ લાઈફ એન્ટરપ્રાઈઝમાંથી શ્રી ઉદયભાઈ પુરોહિત અને શ્રી રોનક્ભાઇ ઠાકર દ્વારા માર્ગદર્શન
આપવામાં આવ્યું હતું. ત્રણ તાલુકા ગારિયાધાર, જેસર અને મહુવા તાલુકાના ડાયરેક્ટર મિત્રો અન્ય મહાનુભાવો,
ખેડૂત મિત્રો અને આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ, ખેડૂતોના વિકાસ અને ગ્રામ્ય સ્વરોજગારને પ્રોત્સાહન
આપતા વિવિધ પ્રકલ્પોના નિર્માણ કાર્યનો ગૌ પૂજન સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ યુનિટોમાં શાકભાજી અને ફળ કલેક્શન સેન્ટર, સોલાર કોલ્ડ રૂમ, બાયો રિસોર્સ સેન્ટર, ઓર્ગેનિક મોલ,
પ્રાકૃતિક ખેતી તાલીમ કેન્દ્ર તથા અન્ય સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રકલ્પો દ્વારા ખેડૂતોને
મૂલ્યવર્ધન, બજાર વ્યવસ્થા અને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવી દિશા મળશે.













Recent Comments