ભાવનગર

ભાવનગરમાં તા. ૧૬ મે થી અલગ અલગ છ સ્થળોએ નિઃશુલ્ક યોગ સમર કેમ્પ યોજાશે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના માધ્યમથી વ્યક્તિનું ઘડતર, સર્વાંગી વિકાસ અને ઉત્તમ સ્વાસ્થ્ય
જળવાઈ રહે તે હેતુસર વિવિધ કાર્યક્રમો તથા તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. હાલ બાળકોના શાળાના
વેકેશન દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં
યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
તે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મનપા યોગ કોર્ડિનેટર છાયાબેન પટેલના માર્ગદર્શન
હેઠળ 6 અલગ-અલગ સ્થળોએ યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
યોગ કોર્ડિનેટર છાયાબેન પટેલએ વધુમાં જણાવ્યું હતું કે આ સમર કેમ્પ સંપૂર્ણ નિઃશુલ્ક (ફ્રી) રહેશે. આ સમર
કેમ્પનું આયોજન તા. 16 મે 2026 થી તા. 30 મે 2026 દરમિયાન સવારે 7:00 થી 9:00 વાગ્યા સુધી કરવામાં
આવશે.
7 થી 15 વર્ષના બાળકો આ કેમ્પમાં ભાગ લઈ શકશે અને દરેક કેમ્પમાં અંદાજે 100 જેટલા બાળકોને સામેલ
કરવામાં આવશે.
આ સમર કેમ્પ દરમિયાન બાળકોના શારીરિક, માનસિક, બૌદ્ધિક તેમજ સામાજિક વિકાસને ધ્યાનમાં રાખીને
વિવિધ પ્રવૃત્તિઓ, યોગાભ્યાસ, રમતગમત એક્ટિવિટીઝ તથા સારા સંસ્કારોનું સંવર્ધન થાય તેવી પ્રવૃત્તિઓ યોજાશે,
જેથી બાળકનો સર્વાંગી વિકાસ થઈ શકે.
સમર કેમ્પ (1) શાળા નં. 12 – શ્રી ભૂતા રૂઢનાથ પ્રાથમિક શાળા, વાલકેટ ગેટ, કરચલિયા પરા, પોલીસ
સ્ટેશન સામે, ભાવનગર મહાનગરપાલિકા – વોર્ડ નં. 4., (2) શાળા નં. 74 – શ્રી પરશુરામ સંસ્કાર ધામ પ્રાથમિક
શાળા, અધેવાડા, ભાવનગર મહાનગરપાલિકા – વોર્ડ નં. 11, (3) સ્વામિનારાયણ મંદિર – મહાવીર મંડપ વાળો
ખાચો, આનંદનગર, ભાવનગર મહાનગરપાલિકા – વોર્ડ નં. 5, (4) શાળા નં. 1 – શ્રી બ્રહ્મર્ષિ વસિષ્ઠ પ્રાથમિક શાળા,
કુંભારવાડા સર્કલ પાસે, ભાવનગર મહાનગરપાલિકા – વોર્ડ નં. 2, (5) પરશુરામ પાર્ક – સુભાષનગર, એરપોર્ટ રોડ,

ભાવનગર મહાનગરપાલિકા – વોર્ડ નં. 13, (6) સંસ્કાર મંડળ અખાડો – ઘોઘા સર્કલ, ભાવનગર મહાનગરપાલિકા –
વોર્ડ નં. 13 ખાતે યોજાશે.
શહેરના વિવિધ વિસ્તારોમાં યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેથી વધુમાં વધુ બાળકો તેનો
લાભ લઈ શકે.આ કેમ્પમાં ભાગ લેવા માટે છાયાબેન પટેલનો સંપર્ક નંબર 8487997969 પર સંપર્ક કરી શકાય છે.
કોઈ પણ સોસાયટીમાં ફ્રી યોગ ક્લાસ શરૂ કરવા માટે સંપર્ક કરવામાં આવશે તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ
તરફથી મનપા ભાવનગર કોર્ડિનેટર દ્વારા નિઃશુલ્ક યોગ શિક્ષકની વ્યવસ્થા કરવામાં આવશે.

Related Posts