રાષ્ટ્રીય

ભાજપના કાઉન્સિલર રાજા ઇકબાલ સિંહ દિલ્હીના નવા મેયર બન્યા

શુક્રવારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ વિજયી બની છે. રાજા ઇકબાલ સિંહ ભાજપ તરફથી મેયર પદના ઉમેદવાર હતા. તેમણે ૧૩૩ મતની બહુમતી સાથે વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મનદીપને માત્ર ૮ મત મળ્યા હતાં. જય ભગવાન યાદવ (બેગમપુર વોર્ડ) દિલ્હીના ડેપ્યુટી મેયર બન્યા છે. આ સાથે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) બે વર્ષ બાદ ફરી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (સ્ઝ્રડ્ઢ)માં પાછી ફરી છે.
રાજા ઇકબાલ સિંહે જણાવ્યું હતું કે, દિલ્હીના લોકોએ અમને શહેરની સમસ્યાઓ ઉકેલવાની જવાબદારી સોંપી છે. છછઁ એ પહેલાથી જ પોતાની હાર સ્વીકારી લીધી છે. હવે આપણે ભ્રષ્ટાચારનો અંત લાવીશું અને છેલ્લા બે વર્ષથી પડતર કામ પૂર્ણ કરીશું.
આ પહેલા ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં છછઁના ભૂતપૂર્વ મેયર શૈલી ઓબેરોય અને નેતા મુકેશ ગોયલે પ્રજાને ચૂંટણીનો બહિષ્કાર કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે આરોપ મૂક્યો હતો કે, ભાજપે લોકશાહી પ્રક્રિયાની મજાક ઉડાવી છે. બીજી તરફ, કોંગ્રેસ તરફથી મનદીપ સિંહે મેયર પદ માટે અને અરીબા ખાને ડેપ્યુટી મેયર પદ માટે ઉમેદવારી નોંધાવી હતી.
દિલ્હીના મેયર બન્યા બાદ રાજા ઈકબાલ સિંહ તમામ કાઉન્સિલર્સ સાથે બેઠક કરશે. આ મિટિંગમાં મહત્ત્વના ર્નિણયો લેવામાં આવશે. જેમાં લાલા લાજપત રાય માર્ગનું નામ બદલીને બોડો નેતા ઉપેન્દ્રનાથ બ્રહ્મ માર્ગ રાખવા, એમસીડી કર્મચારીઓની આરોગ્ય યોજનાની સમીક્ષા અને જર્જરિત ઇમારતોને તોડી પાડવા જેવા મુદ્દા સમાવિષ્ટ છે.
થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીએ આ ચૂંટણી ન લડવાનો ર્નિણય લીધો હતો. તેઓ ભાજપને ટ્રિપલ એન્જિનમાં સરકાર ચલાવવાની તક આપી જાેવા માગે છે કે, ભાજપ વાસ્તવમાં શું કામ કરી શકે છે. ચૂંટણી પરિણામો બાદ છછઁ નેતા સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે બધી યુક્તિઓ અને ચાલાકી પછી પણ, ૨૫૦ કાઉન્સિલરોના સ્ઝ્રડ્ઢમાં ભાજપ પાસે ફક્ત ૧૧૭ કાઉન્સિલર્સ છે. ૨૩૮ કાઉન્સિલર્સના ગૃહમાં તેણે માત્ર ૧૨૦ની જ બહુમતી મેળવી છે. ભાજપની આ ટ્રિપલ નહીં ફોર એન્જિન સરકારે હવે કોઈ બહાનું બતાવવુ નહીં. હવે કોઈના પર દોષનો ટોપલો ઢોળવો નહીં, તેણે હવે કામ કરીને બતાવવુ પડશે. પ્રજાને એક મહિનામાં જ તેમના કામની ખબર પડી જશે.

  • એમસીડીમાં કુલ બેઠકો: ૨૫૦
  • વર્તમાન સક્રિય બેઠકો: ૨૩૮ (૧૨ બેઠકો ખાલી)
  • ભાજપ: ૧૧૭ (૨૦૨૨માં ૧૨૪)
  • છછઁ: ૧૧૩ (૨૦૨૨માં ૧૩૪)
  • કોંગ્રેસ: ૮

Related Posts