પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના મોતીહારીમાં એક જાહેર સભાને સંબોધિત કરી. પીએમએ કહ્યું, “આજે, મને બિહારના મોતીહારીથી હજારો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરતા ખૂબ આનંદ થાય છે. દ્ગડ્ઢછ સરકાર રાજ્યના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
“આ ભૂમિ ચંપારણની ભૂમિ છે. આ ભૂમિએ ઇતિહાસ રચ્યો છે. સ્વતંત્રતા ચળવળની આ ભૂમિએ ગાંધીજીને એક નવી દિશા બતાવી. હવે, આ ભૂમિથી પ્રેરિત થઈને, બિહાર માટે એક નવું ભવિષ્ય પણ બનાવવામાં આવશે,” પીએમએ ઉમેર્યું.
પીએમે ઉમેર્યું, “૨૧મી સદીમાં દુનિયા ઝડપી ગતિએ આગળ વધી રહી છે. એક સમય હતો જ્યારે સત્તા ફક્ત પશ્ચિમી દેશોના હાથમાં હતી, પરંતુ હવે પૂર્વી દેશો પ્રભુત્વ અને ભાગીદારી મેળવી રહ્યા છે. પૂર્વી દેશો હવે વિકાસની નવી ગતિ પકડી રહ્યા છે. જેમ પૂર્વી દેશો વૈશ્વિક સ્તરે વિકાસની દોડમાં આગળ વધી રહ્યા છે, તેવી જ રીતે ભારતમાં પણ આ આપણા પૂર્વી રાજ્યોનો યુગ છે.”
બિહારમાં ૩.૫ કરોડથી વધુ મહિલાઓએ બેંક ખાતા બનાવ્યા: મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “બિહારમાં ૩.૫ કરોડથી વધુ મહિલાઓએ બેંક ખાતા બનાવ્યા. છેલ્લા ૧.૫ વર્ષમાં, બિહારમાં ૨૪,૦૦૦ થી વધુ સ્વ-સહાય જૂથોને ૧,૦૦૦ કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં, બિહારમાં ૨૦ થી વધુ લખપતિ દીદીઓ છે.”
ભાજપે બિહારને ન્યુઝીલેન્ડ અને સિંગાપોરની સમગ્ર વસ્તી કરતા વધુ ઘરો આપ્યા: પીએમ મોદી


















Recent Comments