ભાવનગર

ભાવનગરમાં યશવંતરાય નાટ્યગૃહનું બુકીંગ તા. ૨૪ માર્ચથી કરી શકાશે બુકીંગ સમય સોમવાર થી શુક્રવાર સવારે ૧૦:૦૦ થી ૦૨:૦૦ કલાકનો રહેશે

યશવંતરાય નાટ્યગૃહ, ભાવનગર ફાયર સેફટીના ઉપકરણોના ઈસ્ટોલેશન માટે બંધ કરવામાં આવેલ હતું.
ફાયર સેફટી NOC માટેની પ્રક્રિયા પૂર્ણ થતાં યશવંતરાય નાટ્યગૃહના બુકીંગની કાર્યવાહી તા.૨૪-૦૩-૨૦૨૫ ને
સોમવારથી શરૂ કરવામાં આવનાર છે. બુકીંગનો સમય સવારે ૧૦:૦૦ કલાકથી બપોરના ૦૨:૦૦ કલાકનો રહેશે.
જેની ભાવનગરની જાહેર જનતા અને કલા રસિકોએ નોંધ લેવા યશવંતરાય નાટ્યગૃહના મેનેજરશ્રી રાજેન્દ્રસિંહ
ગોહીલની યાદીમાં જણાવાયું છે.

Related Posts