ગુજરાત

૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી-૨૦૨૫

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર ૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી માટેનું જાહેરનામું આજ તા.૨૬.૦૫.૨૦૨૫ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવતા સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીઓ પાસે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થયેલ છે.
ઉપરોક્ત વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના સંદર્ભમાં ઉમેદવારીપત્ર ભરવાના પ્રથમ દિવસે એટલે કે, આજે તા.૨૬.૦૫.૨૦૨૫ ના રોજ ચૂંટણી અધિકારી સમક્ષ કોઈપણ ઉમેદવારીપત્ર રજૂ કરવામાં આવેલ નથી.
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ઉક્ત વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૫ના સંદર્ભમાં ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-૨૬) પણ રજૂ કરવાનું રહે છે. જેથી ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-૨૬) રજૂ કર્યાના ૨૪ કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. જે રંંॅજ://ષ્ર્ઠી.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ/ૐર્દ્બી/છકકૈઙ્ઘટ્ઠદૃૈંજ-ર્ક-ઝ્રટ્ઠહઙ્ઘૈઙ્ઘટ્ઠંીજ લિન્ક પર જઈને જાેઈ શકાશે.
ઉમેદવારીપત્રો તા.૦૨.૦૬.૨૦૨૫ ના રોજ બપોરે ૦૩.૦૦ કલાક સુધી રજુ કરી શકાશે.

Related Posts