વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ અંતર્ગત સમગ્ર અમરેલી જિલ્લામાં તા.૨૨ મે, ૨૦૨૫ થી તા.૫ જૂન, ૨૦૨૫ સુધી “Ending Plastic Pollution Globally” થીમ લોકજાગૃત્તિના અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
અમરેલી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગના પ્રયાસોથી ગ્રામ્ય વિસ્તારોમાં પ્લાસ્ટિક વેસ્ટ (કચરો) એકઠો કરવાનું અભિયાન શરુ છે.
બાબરા સામાજિક વનીકરણ રેન્જ દ્વારા સાવરકુંડલા દ્વારા ફૂલવાડી હનુમાનજી મંદિર પરિસર અને તેની આસપાસના વિસ્તારમાં ‘પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ ડ્રાઇવ‘ અંતર્ગત પ્લાસ્ટિક કચરો એકઠો કરવામાં આવ્યો હતો અને પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
સાવરકુંડલા સામાજિક વનીકરણ રેન્જ દ્વારા વનવિભાગના કર્મયોગીશ્રીઓ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરીને તેનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સ્વચ્છતા જાળવવા અને પાણી બચાવવા ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી પર્યાવરણની જાળવણી કરવા અંગે જનજાગૃત્તિ પ્રસરાવવામાં આવી હતી.


















Recent Comments