રાજ્યની નગરપાલિકા અને તાલુકા પંચાયતોની સામાન્ય તથા પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે. આ અન્વયે અમરેલી જિલ્લાની રાજુલા, જાફરાબાદ, ચલાલા, લાઠી, અમરેલી. સાવરકુંડલા, દામનગર નગરપાલિકા તથા બગસરા તાલુકા પંચાયતની વાઘણીયા જૂના, બાબરા તાલુકા પંચાયતની કરીયાણા અને ધારી તાલુકા પંચાયતની મીઠાપુર, ડુંગરી બેઠકોની ચૂંટણીઓનું મતદાન તા.૧૬.૦૨.૨૦૨૫ના રોજ યોજાશે અને મતગણતરી તા.૧૮.૦૨.૨૦૨૫ના રોજ થશે.
આદર્શ આચારસંહિતા પાલન કરવાની સૂચના આપવામાં આવી હોય અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અમરેલી દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
કોઈપણ રાજકીય પક્ષો કે બિન રાજકીય પક્ષો તેમના ઉમેદવારો કે તેની સહમતિથી બીજા કોઈ વ્યક્તિ દ્વારા ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો ચૂંટણી ઉમેદવારે તેમના ચૂંટમી અધિકારીશ્રી પાસે રજિસ્ટર કરવામાં આવેલા વાહન માટે અરજી કરી પરમીટ મેળવી લેવી. વાહન પર આ અસલ પરમીટ દેખાઈ તેવી રીતે લગાવવી.
રજિસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહન ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાનાર વાહનમાં જો વધારાની એસેસરીઝ ફીટ કરાવવામાં આવી હશે તો તેના માટે આર.ટી.ઓની મંજૂરી રજૂ કરવી. હુકમનો અમલ તા.૧૬.૦૨.૨૦૨૫ સુધી કરવાનો રહેશે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે શિક્ષા પાત્ર રહેશે.
Recent Comments