Home Archive by category ગુજરાત (Page 1525)
ગુજરાત

વડોદરા કલેક્ટર કચેરીમાં આગ, ૫ વર્ષના મતદાનનો ડેટા બળીને ખાખ

વડોદરા કલેક્ટર કચેરીમાં આજે આગ ફાટી નીકળતા નાસભાગ મચી હતી. આ આગમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ છેલ્લા ૫ વર્ષના મતદાનનો ડેટા સહિત ફર્નિચર આગમાં બળીને ખાખ થઈ ગયું હતા. આ ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ અંગે પ્રાપ્ત
ગુજરાત

પરિપત્રને લઇ અરજી પર હાઇકોર્ટે રાજ્ય ચૂંટણી પંચ અને સરકારને નોટિસ ફટકારી

ભાજપના દબાણમાં મતગણતરીની અલગ અલગ તારીખ જાહેર કરાઈ છેઃ અમિત ચાવડાઆગામી ૯ ફેબ્રુઆરીએ કોર્ટમાં સુનાવણી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી અંગેના ચૂંટણી પંચના પરિપત્રને પડકારતી અરજી પર ગુજરાત હાઈકોર્ટે રાજ્યના ચૂંટણી પંચ અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. આ મામલે વધુ સુનાવાની ૯મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટે આ મુદ્દે રાજ્યના ચૂંટણી પંચ […]
ગુજરાત

સી. આર. પાટિલના ર્નિણય બાદ અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહ નારાજ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે ૬૦ વર્ષથી વધુ ઉંમરના, ત્રણ ટર્મ લડી ચુકેલા તેમજ સગા-સબંધીને ટિકિટ ના આપવાના ર્નિણય સામે કેટલાક નેતા નારાજ થયા છે. અમદાવાદના પૂર્વ મેયર અને વાસણાના કોર્પોરેટર અમિત શાહે સીઆર પાટિલના ર્નિણય પર નારાજગી વ્યક્ત કરી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલના ર્નિણય બાદ ત્રણ ટર્મથી વધુ કોર્પોરેટર […]
ગુજરાત

નેટ બેંકિંગઃ અમદાવાદમાં કંપની સાથે રૂ.૯૪ લાખની ઓનલાઈન ઠગાઈ

ટ્રેડીંગ ઈન એક્સપોર્ટ ઇન્સેન્ટીવ ડ્યૂટી ક્રેડીટ સ્ક્રિપ્ટનું કામકાજ કરતી ટ્રાઈડેન્ટ ઈન્ડિયા લિમિટેડ કંપનીના ખાતામાંથી હેકરે રૂ.૯૪ લાખની રકમ ટ્રાન્સફર કરી ઓનલાઈન ઠગાઈ આચરી છે. કંપનીના એમડીએ કોરોના મહામહારીમાં બેંકમાં જઇ શકાય તેમ ન હોઈ નેટ બેંકિંગ સુવિધા કંપનીના નૂતન નાગરિક સહકારી બેંકના એકાઉન્ટમાં કરાવી ને ઠગાઈનો ભોગ કંપની બની હતી. આરોપીઓએ ટ્રાઈડેન્ટ ઈન્ડીયા કંપનીના
ગુજરાત

સુરતમાં બે શખ્સોએ મળી લૂંટમાં કરાઈ ધરપકડ

સુરતના રામપુરામાં ઓઇલના વેપારીના ૨ કર્મચારીઓ લૂંટી લેનારા ૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રૂપિયા ૨૦ લાખ પૈકી ૧૫ લાખ રૂપિયા રિકવર કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. ઓઇલ કંપનીમાં કામ કરતા હમીદ અને અમીન નિત્યક્રમ મુજબ ઓફિસથી બાઈક પર ૨૦ લાખ લઇને પાર્ટીને પેમેન્ટ આપવા નીકળ્યા હતા. જાે કે થોડે દૂર રામપુરા […]
ગુજરાત

અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં લવજેહાદને લઇ ફરિયાદ

અમદાવાદ શહેરમાં વધુ એક લવ જેહાદ નો કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી યુવકે પોતાની ઓળખ છૂપાવીને મહિલાને પ્રેમજાળમાં ફસાવી અને તેના ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું. જાે કે અંતે નરાધમ યુવક નો ભાંડો ફૂટી જતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. શહેર ના આનંદ નગર વિસ્તારમાં લવજેહાદનો કિસ્સો […]
ગુજરાત

ધાબા પર પ્રેમી સાથે ઉભેલી યુવતીને માતા-પિતા જાેઈ જતાં ત્રીજા માળેથી લગાવી છલાંગ

સુરતના બમરોલી વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે પ્રેમી સાથે ત્રીજા માળે ધાબા પર ઉભેલી યુવતી માતા-પિતાને જાેઈને ત્રીજા માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી. જેને કારણે યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવતીને તાત્કાલિક ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ બમરોલી વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય યુવતીને શનિવારે રાત્રીના માથા અને ગુપ્તભાગે […]
ગુજરાત

અમદાવાદમાં ટ્રાફિક જામ કેમ કર્યો છે એમ પૂછતાં કોન્સ્ટેબલનો શર્ટ ફાડી નાખ્યો

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણ તેમજ હુમલાના બનાવો વધ્યા છે. જાણે નાગરીકોમાં પોલીસનો કોઈ ડર જ રહ્યો ન હોય તેમ ખુલ્લેઆમ પોલીસ પર હુમલો કરતાં હોય છે. આવો જ એક કિસ્સો રખિયાલમાં સામે આવ્યો છે. જેમાં એક શખ્સે ટોળું ભેગું કરીને ટ્રાફિક જામ કરતાં પોલીસ ત્યાં પહોંચી હતી. […]
ગુજરાત

કીમ અકસ્માતઃ બાળકો માટે ૧૨૦૦ પોલીસ જવાનો ૧ દિવસનો પગાર આપશે

કીમ ચાર રસ્તા સ્ટેટ હાઇવને અડીને આવેલા ફૂટપાથ પર રાત્રીના સુતેલા શ્રમજીવી પરિવારના સભ્યો પર ટ્રક ફરી વળતા ૧૪ લોકોનો ભોગ બન્યા હતા. આ ચોકાવનારી ઘટનામાં ગરીબ શ્રમિકોના પરિવારના માસુમ બાળકોની મદદ માટે સુરત ગ્રામ્ય પોલીસે પહેલ કરી છે. અકસ્માતમાં મોતને ભેટેલા શ્રમિકોને સરકાર તરફથી રોકડ રકમની સહાય કરવાની જાહેર કરાઇ હતી. પણ સ્થાનિક રાજકારણીઓએ […]
ગુજરાત

સુરત મેટ્રો ટ્રેન ૬ દિવસ પછી મેટ્રોના બેરિકેટ્‌સ લાગતા રસ્તાઓ ડાયવર્ટ કરાશે

આગામી છ દિવસ પછી મેટ્રો રૂટના રસ્તાઓ પર મેટ્રોના બેરિક્ટ્‌સ જાેવા મળશે. કેમ કે સુરત મેટ્રો રેલ કોર્પોરેશન ૫ ફેબ્રુઆરીથી મેટ્રો લાઇન-૧ના ૧૫ કિલોમીટર રૂટ પર જિયોનોટિકલ ટેસ્ટિંગનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ સાથે બેરિકેટીંગ કરીને મશીનરી ગોઠવવામાં આવશે. બેરિકેટીંગને કારણે સુરતીઓને ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ અને સુરત […]