Home Archive by category ગુજરાત (Page 1526)
ગુજરાત

કોરોના ઈફેક્ટઃ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની અવરજવરમાં ઘટાડો

સમગ્ર દેશમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે, ત્યારે ફ્લાઈટમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા હજુ પણ વધી નથી. અમદાવાદના એરપોર્ટ પર ગત ડિસેમ્બર દરમિયાન ૪.૫૩ લાખ ડોમેસ્ટિક મુસાફરોની અવરજવર નોંધાઈ હતી, જેમાં ૨૦૧૯ના ડિસેમ્બર કરતાં ૪૬.૩૦નો ઘટાડો નોંધાયો છે. બીજી
ગુજરાત

સરખેજ-ગાંધીનગર હાઇવે પર મોડી રાત્રે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત

સરખેજ-ગાંધીનગર હાઈવે પર સનાથલ ક્રોસ રોડ પર રવિવારે મોડી રાત્રે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત નીપજ્યું હતું. મોડી રાત્રે રસ્તા પર દીપડો ઢળી પડ્યો હોવાનું જાેતાં જ રાહદારીઓ અને વાહનચાલકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું.ખેતરોમાં વનવિભાગને દિપડાના પંજાના બે અલગ અલગ નિશાન જાેવા મળ્યાં છે. દિપડો રાત્રે ૩ વાગ્યાની આસપાસ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. […]
ગુજરાત

ભાજપમાં ૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિઓને ટિકિટ નહીં અપાયઃ સી. આર. પાટીલ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ ઉમેદવારોના માપદંડ નક્કી કરાયા છે. પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સૌથી મોટું નિવેદન આપ્યું છે. ૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિઓને ટિકિટ નહીં અપાય. તેમજ ત્રણ ટર્મથી ચૂંટાનાર સભ્યોને ટીકિટ નહીં અપાય. એટલું જ નહીં, હોદ્દેદારો અને આગેવાનોના કોઇ સગાને પણ નહીં મળે ટીકિટ. આગામી ૨૧ અને ૨૮મી ફેબ્રુઆરીએ […]
ગુજરાત

ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમએ રાજ્યમાં ૩ પ્રવક્તાની કરી નિમણુંક પ્રદેશ પ્રમુખ અને મહામંત્રીની વરણી બાદ ઓવૈસીની પાર્ટીએ પહેલી વાર હોદ્દેદાર નીમ્યા

અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇતેહાદુલ મુસ્લેમીન પાર્ટીએ છેવટે ગુજરાતમાં ૩ પ્રવક્તાની નિમણૂંક કરી દીધી. ગુજરાતમાં ત્રીજા રાજકીય મોરચાના વિકલ્પનો દાવો કરનાર ઓવૈસીની પાર્ટી આમ રહી રહીને જાગી છે. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થવા છતાં હજી સુધી પાર્ટીએ ગ્રાઉન્ડ લેવલે કોઇ કામ કર્યુ નથી. માત્ર સાબિર કાબલીવાલાની પાર્ટી પ્રમુખ તરીકે નીમણૂક કરી […]
ગુજરાત

રાજ્યમાં કોરોના ગાઈડ સાથે ધોરણ ૯ અને ૧૧નું શિક્ષણ કાર્યનો થયો શુભારંભ

વિદ્યાર્થીઓ ને એમડબલ્યુ એફ એટલે કે મંડે, વેન્સ્ડે અને ફ્રાઇડે બોલાવવાનું નક્કી કર્યુ રાજ્યમાં કોરોનાના કેસ નિયંત્રણમાં આવ્યા છે અને સાથે કોરોના રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. ત્યારે પહેલી ફેબ્રુઆરીથી શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૯ અને ૧૧ ના શૈક્ષણિક વર્ગો પણ શરૂ થયા છે. ત્યારે હવે શાળામાં ધોરણ ૧૦થી ૧૨ના વિદ્યાર્થીઓનો અભ્યાસ શરુ થયો […]
ગુજરાત

આજનું બજેટ આર્થિક અસમાનતા અને મોંઘવારી વધારતુઃ મનીષ દોષી

નાણામંત્રી ર્નિમલા સીતારામનએ પેપરલેસ બજેટ રજૂ કર્યું. ઘણા બધા ક્ષેત્રોને આવકારતાં બજેટ મુદ્દે હવે ગુજરાતના ઉદ્યોગ જગત તરફથી પણ પ્રતિક્રિયાઓ આવવાનું શરૂ થઈ ગયું છે. બીજી બાજુ રાજકીય રીતે પણ બજેટ ચર્ચાનું વિષય બન્યું છે. આજે રજૂ થયેલા બજેટ પર ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. મનીષ દોશીએ જણાવ્યું છે કે આર્થિક […]
ગુજરાત

વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન દ્વારા પ્રચાર વિભાગની બે દિવસીય અખિલ ભારતીય કાર્યશાળા ગુજરાતમાં ર્ડા.હેડગેવાર ભવન, કાંકરીયા ખાતે તારીખ ૩૦-૩૧ જાન્યુઆરીના રોજ યોજાઇ ગઇ

આ અખિલ ભારતીય બેઠકમાં સમગ્ર દેશમાંથી દરેક રાજ્યના પ્રચાર પ્રમુખ , સોશિયલ મિડિયાપ્રમુખ અને સંવાદદાતા મળીને ૮૦ જેટલા પ્રમુખ કાર્યકર્તા ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં સમગ્ર દેશભરમાં કોવીડ ૧૯ના કારણે ઉભી થયેલી વિકટ પરિસ્થીતીમાં વિદ્યાભારતીદ્વારા દેશભરમાં થયેલા સેવા કાર્યોની માહિતીની જાણકારી અપાઇ. દેશભરમાંથી આવેલ પ્રતિનીધીઓનેસોશિયલ મિડિયાના માધ્યમથી વિદ્યાભારતીના
ગુજરાત

ક્રિભકોના હઝીરા પ્લાન્ટની મુલાકાતે રાષ્ટ્રિય સહકારી નેતા – NCUI ના ચેરમેન દિલીપ સંઘાણી

ઉત્પાદન પ્રક્રિયાની ઝીણવટભરી તપાસ માહીતી મેળવી – સૂચનો કર્યા મહિલા સહકારી આગેવાન સુશ્રી ગીતાબેન સંઘાણી , સુરેશભાઈ દવે , હિંમતભાઈ સોજીત્રા , ગોરધનભાઈ સંઘાણી , ભાવેશ રાદડીયા સહિતના લોકો અને અધિકારીઓ ઉપસ્થિત રહયા બીજને મહત્વનું પોષણ પુરૂ પાડતુ રાસાયણીક ખાતર ખેતી અને ખેત ઉત્પાદનમાં ખેડૂતોને સહાયક પુરવાર થઈ રહેલ છે . ગુજરાતના હઝીરા ખાતે આવેલ […]
ગુજરાત

સાત પાનાની સ્યૂસાઈડ નોટમાં વિદ્યાર્થીનીએ પ્રેમમાં દગાની તમામ માહિતી આપી

કોલેજમાં ભણતા સમયે ક્યારેક યુવક-યુવતીઓ પ્રેમના રવાડે ચઢી જાય છે. ત્યારે તેમના માથા પર પ્રેમનું ધૂત એવું સવાર થઈ જાય છે કે ક્યારેય ન કરવાનું કરી બેસે છે. ત્યારે હાલોલની કોલેજની વિદ્યાર્થીનીએ કેનાલમાં મોતની છલાંગ લગાવી છે. કોપરેજ ગામની યુવતીએ સ્યૂસાઈડ નોટ લખીને કેનાલમાં પડતુ મૂકીને મોતને વ્હાલુ કર્યું છે. યુવતીના આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ […]
ગુજરાત

વડોદરામાં મોબાઈલ માટેના પાર્સલમાંથી સાબુ નીકળતા એમેઝોનને નોટિસ

હાલ કોરોના વાયરસની મહામારીને કારણે ઓનલાઇ વસ્તુઓ ખરીદવાનું ચલણ વધ્યું છે. જેના કારણે અનેક સાયબર ફ્રોડ પણ વધવાના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યાં છે. ત્યારે વડોદરામાં પત્નીને બર્થડે ગિફ્ટ આપવા માટે પતિએ ઓનલાઇન મોબાઇલ ફોન મંગાવ્યો હતો. પરંતુ, પાર્સલમાંથી ફોનના બદલે સાબુ નીકળતા પતિએ પોલીસ ફરિયાદ કરી છે. જે બાદ પતિએ એમેઝોન કંપનીને પણ નોટિસ […]