ગોડાદરામાં માસ્કના નામે વેપારીઓ પાસેથી પૈસાની ઉઘરાણી કરતો હોમગાર્ડનો જવાન ઝડપાયો હતો. હોમગાર્ડનો જવાન સાગર વિનાયક ખૈરનાર દુકાનદારોને પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચ ઓફિસર તરીકે બતાવી દુકાનદારો પાસેથી ૧૦૦૦ થી ૨૦૦૦ રૂપિયાની માંગણી કરતો હતો. હોમગાર્ડનો જવાન માસ્કના નામે વેપારીઓ પાસેથી પૈસા પડાવી લેતો
કોરોના કાળમાં લાંબા સમયથી શાળાની સાથે ટ્યુશન ક્લાસિસ પણ બંધ છે. ત્યારે આ મુદ્દે આજે ફેડરેશન ઓફ અકેડેમીક એસોસિએશન ગુજરાતના હોદેદારો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મળ્યાં હતા. મુલાકાત સકારાત્મરક રહી હોવાથી ટૂંક સમયમાં ક્લાસિસ શરૂ થઇ શકે છે, તેવા સંકેત મળી રહ્યાં છે. સૌરાષ્ટ્ર એકેડમિક એસોસિયેશન દ્વારા શિક્ષણ મંત્રી સામે ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા માંગણી […]
ગુજરાતના પાટનગર સમા ગાંધીનગર મહાનગરપાલિકાના કર્મચારીને શુક્રવારે સવારે કોંગ્રેસના કોર્પોરેટરે તમાચો ઝીંકી દેતાં મામલો વણસ્યો હતો. જેના પરિણામ સ્વરૂપે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જાે કે કોંગ્રેસના આગેવાનોએ ત્યાં પહોંચી જઈને કર્મચારીને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો અને કર્મચારીને સમજાવીને અરજી પાછી ખેંચાવડાવી હતી. મ્યુનિ. ના સૂત્રોના જણાવ્યા મુજબ, ગાંધીનગર મહા
કોરોના સામેની જંગ નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. જીવલેણ મહામારીને હરાવવા માટે અનેક મહિનાઓની આતુરતા બાદ હવે વૅક્સીન મળી ગઈ છે. જાે કે વૅક્સીન પ્રત્યે લોકોમાં ફેલાયેલા ભ્રમ અને ઉદાસીનતાના કારણે અનેક ડોઝ બરબાદ પણ થઈ રહ્યાં છે. સુરતમાં અત્યાર સુધી ૩ દિવસ સુધી વૅક્સીનેશન અભિયાન ચાલ્યું છે, ત્યાં ૧૮૦ ડોઝ ખરાબ થઈ ગયા છે. […]
ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ અને એલસીબી પોલીસે ગુજરાત, આંધ્રપ્રદેશ, હૈદરાબાદ તથા અન્ય રાજ્યોમાં એટીએમ કાર્ડ કલોન કરી ડુપ્લીકેટ એટીએમ કાર્ડ બનાવી લોકોના બેંકના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઉપાડી લેતી આંતરરાજ્ય યુપીની પ્રતાપ ગઢની ગેંગને ઝડપી પાડી છે. પોલીસે સાત લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે પાંચની અટકાયત કરી ભરૂચ જિલ્લામાં બનેલ ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. તાજેતરમાં […]
સુરતના ખજાેદ વિસ્તારમાં બની રહેલા ડાયમંડ બુર્સની બિલ્ડિંગમાં કલર કામ કરતા શ્રમિકે બીજાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોતાની પત્ની સાથે વાત કરતાં માસિયાઈ ભાઈની તેના ભાઈએ જ હત્યા કરી છે. ગળું દબાવી માથાના ભાગે લોખંડની ટોમીના પાંચ ઘા મારીને હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ આરોપીએ મૃતદેહને ગોડાઉનમાં કલરના ડબ્બા પાછળ સંતાડી દઈને […]
સુરત શહેરના ઉધનામાં ૩ વર્ષનું બાળક કારમાં લોક થઈ ગયું હતું. કોઈને ખબર નહીં, તે સમયે ઉધના ઁૈં ત્યાંથી પસાર થતા હતા. તેમની નજર જતા કારનો કાચ તોડી બાળકને બહાર કાઢ્યો હતો. ટોળું ભેગુ થઈ ગયું ત્યારે પરિવારને ખબર પડી હતી. બાળક કારમાં લોક થયા બાદ પોલીસ દ્વારા બચાવ કરવામાં આવ્યો તે આખી ઘટના સીસીટીવીમાં […]
રાજ્યની છ મહાનગર પાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચુંટણી યોજાશે પ્રથમ તબક્કામાં મહાપાલિકામાં 21 ફેબ્રુઆરી અને જિલ્લા તાલુકા પંચાયતો, પાલિકાઓમાં 28મી ફેબ્રુઆરીએ મતદાન થશે ચુંટણીની જાહેરાત થતા જ આજથી ચુંટણી આચાર સહિતા અમલમાં આવી : કોરોના ગાઇડલાઇનનું પાલન કરાશે : ઇવીએમથી મતદાન પ્રક્રિયા : ચુંટણી પંચે વિગતે કાર્યક્રમ જાહેર કર્યો […]
ગુજરાત રાજ્ય ના ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્ય ની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ ની જાહેરાત કરી સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી અયોગે તા૨૩/૧/૨૧ થી ક્રમાંક ચટણ /સ્થા .સ્વ/(૬)/૦૧૨૦૨૧/ક થી રાજ્ય ની ૬ મહાનગર પાલિકા .૮૧ નગરપાલિકા ૩૧ જિલ્લા પંચાયતો ૨૩૧ તાલુકા પંચાયતો ની સામાન્ય ચૂંટણી અને સ્વરાજ્ય ના એકમોની ખાલી પડેલ બેઠકો ની પેટા ચૂંટણી ની જાહેરાત તા૨૩/૧/૨૧ […]
ગુજરાતમાં શનિવારે સવારે ઘણી જગ્યાએ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયુ ગયું હતું. જેના કારણે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ સહિતના રાજ્યના ધોરી માર્ગો પર ટ્રાફિક ધીમો પડી ગયો હતો. ધુમ્મસને લીધે વીઝિબ્લિટી ૧૦ ફૂટ રહી ગઇ હતી. તો અમુક સ્થળોએ ૫ મીટરથી આગળ સ્પષ્ટ દેખાતું નહતું. હાલ રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે. ઘણા લાંબા સમય પછી સુરતમાં લઘુત્તમ તાપમાન […]
Recent Comments