Home Archive by category ગુજરાત (Page 1536)
ગુજરાત

કલોલમાં આરોગ્ય કેન્દ્રના લોકાર્પણના કાર્યક્રમમાં નામ લીધા વગર બોલ્યા નીતિન પટેલ રાજ્યના વિકાસના હવનમાં હાડકાં નાખનારા રાક્ષસો કોણ છે?

કલોલના લોકો વચ્ચે કહ્યું- કે, આ હૉસ્પિટલમાં પણ આવુ જ થશે. ખરાબ થયેલ લોકો હૉસ્પિટલમાં આવશે અને સાજા થઈને જશે ગાંધીનગરના કલોલમાં આરોગ્ય કેન્દ્રના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં તેમણે વિરોધીઓને ભરપૂર ચાબખા માર્યા. તેમણે કોઈ પણ પાર્ટીનું નામ લીધા વગર કહ્યું કે કોરોનાની રસી આવી એની સાથે જ
ગુજરાત

ધાનાણીનો નીતિન પટેલને પત્ર, આરોગ્ય કર્મચારી સામે કાર્યવાહીની વાત શરમજનક

તાજેતરમાં પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ તેમની માંગણીઓ સાથે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા હતા. તેમને આરોગ્ય કમિશનરે તેઓની મૂળભૂત ફરજના સ્થળે તાત્કાલિક બિન શરતી હાજર થવાનું જણાવ્યું હતુ. જાે આમ નહીં થાય તો તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આ સંબંધમાં રાજ્યના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ એવા કોરોના વોરિયર્સને […]
ગુજરાત

કો – ઓપરેટીવ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ( કોરડેટ – કલોલ ખાતે અગ્રણી ખેડૂત અને સહકારી આગેવાન જે.પી.વઘાસીયાની નિમણૂંક

દિલીપ સંઘાણી જેન્તીભાઈ પાનસુરીયા , ભાવનાબેન ગોંડલીયા , તુષાર જોશી , શૈલેષ પરમારે એ પાઠવી શુભેચ્છા મોટા આકડીયાના અગ્રણી ખેડૂત અને જાણીતા સહકારી આગેવાન જે.પી.વઘાસીયાની કલોલ સ્થિત કો – ઓપરેટીવ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ( કોરડેટ ) મા નિમણુંક થતા સહકારી ક્ષેત્રે આનંદની લાગણી વ્યાપી છે . અનેક સહકારી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા વઘાસીયાની નિમણૂંક ને રાષ્ટ્રિય […]
ગુજરાત

દેવભૂમિ દ્વારકા ખાતે યોજાનાર આર્મી ભરતી રેલીના ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કરી લેવા

દેવભૂમિ દ્વારકા એન.ડી.એચ હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આગામી આર્મી ભરતી રેલી-૨૦૨૧ માટે જે ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે એમના ભરતી રેલી સમયે ફરજીયાત સાથે લાવવા માટેનું એડમીટ કાર્ડ (કોલ લેટર) આર્મી રિક્રુટમેન્ટ ઓફીસ દ્વારા ઇસ્યુ થઈ ગયેલ છે. આ ભરતી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ તમામ ઉમેદવારોએ પોતાના ઈમેઈલમાં આવેલ એડમીટ કાર્ડ(કોલ લેટર) ડાઉનલોડ કરીને અચૂક પ્રિન્ટ […]
ગુજરાત

૫૦ પૈસા વ્યાજે રૂપિયાની લાલચમાં સુરતીએ ૮.૪૨ લાખના દાગીના ગુમાવ્યા

અમરોલી-ગણેશપુરાના પાનના ગલ્લાના માલિકને ૫૦ પૈસાના ટકા પર વ્યાજે રૂપિયા અપાવવાની લાલચ આપી સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરાવવાના અને સોનાના દાગીના મળી કુલ રૂા. ૮.૪૨ લાખની મત્તા પડાવી લઇ વિશ્વાસઘાત કરનાર વિરૂધ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય છે. અમરોલી-ગણેશપુરા પાણીની ટાંકી નજીક રિધમ રેસીડન્સીમાં હર ભોલે પાન સેન્ટર નામે ગલ્લો ચલાવતા હરેશ નરસીભાઇ જાદવ (ઉ.વ. […]
ગુજરાત

કોર્પોરેશનની ચૂંટણીમાં બીજેપી જાેડાણ નહીં કરે તો ૨૪ બેઠક પરથી લડીશુંઃ આઠવલે

કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ આજે બુધવારે વડોદરાની ટૂંકી મુલાકાત લીધી હતી. જે દરમિયાન પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં મહાનગર પાલિકાઓની સામાન્ય ચૂંટણી આવી રહી છે. ત્યારે વડોદરામાં અમારો પક્ષ (રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા) ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવા ઈચ્છે છે. જેમાં વડોદરાની ૧૯ વોર્ડની ૭૬ બેઠકો પૈકી […]
ગુજરાત

હવે વોટ્‌સેપથી રાજ્યમાં લેવાશે ધોરણ ૩ થી ૧૨ની ઓનલાઈન પરીક્ષા

પ્રથમ તબક્કામાં આગામી ૨૩મી જાન્યુઆરીના રોજ ધોરણ.૩થી ૫ના વિદ્યાર્થીની કસોટી લેવામાં આવશે ધોરણ.૩થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા વોટ્‌સઅપ બેઈઝડ કસોટી લેવાની સુવિધા ઉભી કરી છે. જેના માટે એક વોટ્‌સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જે નંબર પર વિદ્યાર્થીઓએ એક વખત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર બાદ દર અઠવાડીયે વિદ્યાર્થી પોતાનુ સ્વ મુલ્યાંકન કરી […]
ગુજરાત

પીએમ મોદીની જાહેરાત સાથે હું સહમત છું. હું વેકસીન લેવા ત્યાર છુંઃ મુખ્યમંત્રી

રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યાને વિકરાળ બનાવતા રેલવેના ફાટકો ઉપર ઓવરબ્રીજ કે અંડરબ્રીજ બનાવવાની યોજનામા મહિલા કોલેજ, રેલનગર અને મોરબી રોડ ઉપર બ્રિજ બન્યા બાદ હવે આમ્રપાલી ફાટકે ૨૫.૫૩ કરોડના ખર્ચે બનેલા બ્રીજનું તા.૨૧ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આવેલા સીએમ વિજય રૂપાણીએ કોરોના વેક્સિન લેવા મુદ્દે એક નિવેદન આપ્યું […]
ગુજરાત

આયુષ્યમાન કાર્ડ યોજનાઃ રાજયના નાગરિકોની સારવાર પાછળ ગત વર્ષે રૂ.૯૦૦ કરોડ ખર્ચ્યા

રાજય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂા. ૨૬૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરતાં રાજયના આરોગ્ય મંત્રી નિતિનભાઇ પટેલે જણાવ્યું કે, રાજયના નાગરિકોને ગુણવત્તાલક્ષી વિનામૂલ્યે આરોગ્યલક્ષી સારવાર પુરી પાડવી એ અમારી સરકારની પ્રાથમિકતા છે અને રહેશે. એટલા જ માટે રાજય ભરના ખાનગી નિષ્ણાંત તબીબોની સેવાઓ લઇને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને
ગુજરાત

ગુજરાત ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાતઃ જીતુ વાઘાણીની બાદબાકી

નવી ટીમમાં મંગુ પટેલ, ભરતસિંહ પરમાર, શંભુ પ્રસાદ ટુંડિયાને પડતા મૂકવામાં આવ્યા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ગુજરાત ભાજપ દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના નવા પાર્લામેન્ટરી બોર્ડમાં પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની બાદબાકી કરી દેવામાં આવી છે. આ