શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા એક સ્પામાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સરથાણા સ્થિત અવધ શોપીંગ સેન્ટર ખાતે સ્પામાંથી લાશ બહાર કાઢવામાં આવી છે. સ્પામાં યુવતીની લાશ પડી હોવાની માહિતી મળતા પોલીસ દોડતી ગઈ છે. જાેકે, મોત પાછળનું કારણ અકબંધ છે.મળતી વિગતો પ્રમાણે, ૪૦ વર્ષીય
ગુજરાતમાં પ્રધાનમંત્રી કિસાન સન્માનનીધીમાં નાના-હકદાર ખેડૂતો યોજનાના લાભથી વંચિત રહ્યાં છે જયારે ઇન્કમટેક્સ ભરતાં ૧.૬૨ માલેતુજાર ખેડૂતો નિયમ વિરૂદ્ધ આ યોજનામાં લાભાર્થી બની બેઠા હતાં. એટલુ જ નહીં, આ બધાય ખેડૂતોએ રૂા.૧૬૭ કરોડ જેટલી માતબર રકમનો લાભ લઇ લીધો છે. કોંગ્રેસે મુદ્દે ભાજપ સરકારને જવાબદાર ઠેરવી એવા આક્ષેપ કર્યા હતાંકે, ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ અને […]
રાજ્યમાં ગત ૧૧ જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ની સ્કૂલો શરૂ થઈ ગઈ છે. ત્યારે જૂનાગઢ તાલુકાનાં કેશોદની સ્કૂલમાં ૧૧ વિદ્યાર્થિનીઓ પોઝિટીવ આવતાં વાલીઓની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ શિક્ષણ વિભાગના ટોચના અધિકારીઓએ ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી ધોરણ ૯ અને ૧૧ માટે સ્કૂલો શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. શિક્ષણ વિભાગમાં પણ આ બાબતે ગંભીર ચર્ચાઓ […]
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની ખેડવાણ જમીનમાં વધારો કરવાનો ઐતિહાસિક ર્નિણય કરીને કૃષિ અને બાગાયત ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસથી બાગાયતી તેમજ ઔષધિય પાકોની ખેતીનો વ્યાપ વધારવાના નક્કર પરિણામલક્ષી આયોજન સાથે એક મહત્વપૂર્ણ કદમ રૂપે ‘મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’ની જાહેરાત કરી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી ખેડવાણની સરકારી પડતર જમીનોને ૩૦ વર્ષના લાંબાગાળાના લીઝ પર ફાળવી
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. જીયુવીએનએલ અને તેને સંલગ્ન વીજ કંપનીઓના અધિકારી, કર્મચારીઓએ બપોરે રાજ્યભરમાં ૬૦૦થી વધુ વીજ કચેરીઓની બહાર સરકાર વિરોધી સુત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતા. ૪૪ હજાર જેટલા વીજ કર્મચારીઓએ આગામી બુધવાર સુધીમાં ગુજરાત સરકાર સાતમા પગારપંચ સહિત પળતર માંગણીઓને નહીં ઉકેલે તો તે ગુરુવારે સામુહિક રજા ઉપર ઉતરીને રાજ્યમાં અંધારપટ સર્જવાની ચિમકી […]
નવસારીના ચીખલીના સોલધરા ગામે ઇકો પોઇન્ટ પર રવિવારે ફરવા આવેલા અમદાવાદ અને સુરતના પરિવારની ખુશી ગમમાં પલટાઇ હતી. મામાના ઘરે આવેલ પરિવાર માછલા ઉછેરના તળાવમાં બોટીંગ માટે જતી વખતે બંને પરિવારો મળી કુલ ૨૩ સભ્યો બોટ પર સવાર થતા. ઓવરલોડ થવાને કારણે બોટ કિનારે જ પલટી ગઈ હતી. આ કરુણાંતિકામાં ત્રણ બાળકીઓ સહિત ૫ લોકોના […]
જીવલેણ કોરોના સામેની જંગ નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. જે અંતર્ગત ગુજરાત સહિત સમગ્ર દેશમાં શનિવારથી વિશ્વના સૌથી મોટા વૅક્સીનેશન અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે, ત્યારે હવે ગુજરાતમાં વૅક્સીનેશનને લઈને બનાવેલા ટાઈમ ટેબલ મુજબ સપ્તાહના ૩ દિવસ જ વૅક્સીન આપવામાં આવશે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ વૅક્સીનેશનને લઈને ગાઈડ લાઈન […]
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનાં ફેઝ-૨નું ખાતમૂહુર્ત કર્યું હતું. જ્યારે અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટને ગાંધીનગર સુધી લંબાવવામાં આવ્યો છે. કુલ ૫૩૮૦ કરોડના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જેના કારણે અમદાવાદ-ગાંધીનગર વચ્ચેનું પરિવહન પણ વધુ સરળ બની જશે. અમદાવાદ ફેઝ-૧ની કુલ લંબાઈ ૪૦.૦૩ કિલોમીટર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ૧૮ જાન્યુઆરીના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ અને સુરત મેટ્રો ટ્રેન પ્રોજેકટનું ભૂમિપુજન કર્યું છે. આ વેળાએ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા વતી આભાર માનું છું, વિશ્વના નકશા પર કેવડીયાનું નામ અંકિત કર્યું છે. કેવડિયામાં રેલ્વે સેવા શરૂ થઈ તે ખુબ મહત્વનું રહ્યું છે. […]
વરાછા માનગઢ ચોક ઠાકોર સોસાયટીમાં સમજુબા પેલેસમાં આવેલ હીરાની ઓફિસમાં સરીન પ્લાનર તરીકે નોકરી પર લાગેલ કારીગરે નોકરીના પહેલા જ દિવસે બે કલાકમાં જ સરીન પ્લાનર કરવા માટે આપેલા રૂપિયા ૧.૭૫ લાખની કિંમતના કાચા હીરા ચોરી રફુચક્કર થઈ ગયો હતો. વરાછા પોલીસના જણાવ્યા મુજબ વરાછા હીરાબાગ પુર્વી સોસાયટીમાં રહેતા મૂળ ભાવનગરના શિહોરના વતની વિઠ્ઠલભાઈ આંબાભાઈ […]
Recent Comments