અમદાવાદ સાઇબર ક્રાઇમને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ તરીકે ઓળખ આપી રૂપિયાની ઠગાઇ કરનાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે આરોપી રાજકોટ પીએસઆઇ દિગ્વિજયસિંહ જાડેજા બોલું છું કહીને લોકોને મોબાઇલ પર ધમકી આપતો હતો અને ત્યારબાદ તેમના ફેસબૂક, ઇનસ્ટાગ્રામ તથા અન્ય વિડિયોનાં પાસવર્ડ મેળવી
સુરતના સહારા દરવાજા ખાતે આવેલી યસ બેંક સાથે વાહન લોનના નામે કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ૨૦ જણાની ઠગબાજ ટોળકીએ અશોક લેલન અને ટાટા કંપની દ્વારા મેન્યુફેક્ચર જ કરવામાં ન આવેલા વાહનોને હયાત બતાવી તેના બોગસ દસ્તાવેજા અને વીમા પોલિસી બનાવી જુદી જુદી ૫૩ લોન મંજુર કરાવી કુલ રૂપિયા ૮.૬૪ કરોડ ઉસેટી લીધા હતા. […]
આણંદ તાલુકાના સામરખા ગામ નજીક એક્સપ્રેસ હાઈવેના ગરનાળા પાસેથી મોડી રાત્રે આણંદ ગ્રામ્ય પોલીસે સેન્ટીંગના સામાનની આડમાં વિદેશી દારુ ભરી પસાર થતા ડમ્પરને પકડ્યું છે.ડમ્પરમાંથી વિદેશી દારુની ૧૫૧ પેટી કિં.રુા.૭ લાખ ૧૧ હજાર ૬૦૦ કબ્જે કરી વિદેશી દારુનો જથ્થો, સેન્ટીંગનો સામાન અને ડમ્પર સહિત ૧૪,૭૧,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આણંદ ગ્રામ્ય પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ […]
ગુજરાત રાજ્યમાં વિધાનસભાનું ચોમાસું સત્ર દરમિયાન રાજ્યમાં વધી રહેલા અકસ્માતના આંકડાઓની ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યની રૂપાણી સરકારે અકસ્માતને લગતી કેટલીક ચોંકાવનારી વિગત આપી છે. જેમાં માત્ર પાંચ વર્ષમાં ૩૦ હજાર લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયું હોવાનો ખુલાસો થયો છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડના પ્રશ્નોના જવાબ આપતા આ માહિતીને લેખિતમાં […]
ગુજરાત સરકારે પણ માસ્ક પહેર્યા વગર નીકળતા લોકો સામે કાર્યવાહી કરેલા આદેશને પગલે પોલીસે અમદાવાદ સહિતના ચાર મહાનગરમાં અત્યાર સુધીમાં ૯.૧૫ લાખ લોકો પાસેથી પોલીસે માસ્કના દંડ પેટે રૂા.૪૯.૪૬ કરોડ વસૂલ્યા છે. કોરોના વાઇરસ કરતા દંડનો ચેપ વધુ ફેલાયાનું ચિત્ર ઉપસ્યું છે. ૮મી ૧૧મી જાન્યુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં ૩.૬૩ કરોડ રૂપિયાનો દંડ કરાયો છે અને […]
ગુજરાતના વીજ કર્મચારીઓ ફરી એકવાર રાજ્ય સરકાર સામે આંદોલન કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ગુજરાતના ૫૫૦૦૦ વીજ કર્મચારીઓ પોતાની પડતર માંગને લઈ આંદોલન કરશે. ગુજરાતના વીજ કર્મચારીઓ સાતમા પગારપંચનો લાભ, એલાઉન્સની માંગને લઈને લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. એટલું જ નહીં તબક્કાવાર પીજીવીસીએલના કર્મીઓ વિરોધ પ્રદર્શન કરશે. ૭માં પગાર પંચ મુજબ નવા બેઝિક પગાર […]
ઉત્તરાયણની ઉજવણી જીવલેણ બની છે. ગુજરાતમાં ૮ વાગ્યા સુધી ૨૭૭૧ ઈમરજન્સી કેસ નોંધાયા છે. દોરી વાગવા અને પડી જવાના ૨૦૭ બનાવ બન્યા છે. પંચમહાલમાં પતંગની દોરીથી ૨ લોકોના મોત નિપજ્યા છે. ભરૂચ, સાણંદમાં દોરી વાગતા યુવકનું મોત થયું છે. રાજકોટમાં દોરીથી ગળું કપાતા યુવકે જીવ ગુમાવ્યો છે. સુરતમાં ધાબેથી પટકાતા બાળકનું દર્દનાક મોત થયું હતું. […]
રાજ્યના પાટનગર ગાંધીનગરના પ્રવેશદ્વાર એવા ઉવારસદ જંકશન ખાતે રૂ.૧૭ કરોડના ખર્ચે નવનિર્મિત ફ્લાયઓવર અને રૂ.૨૧.૬૭ કરોડનાં ખર્ચે નિર્મિત ત્રિમંદિર અડાલજથી હનુમાન મંદિર સુધીના ૧૦ માર્ગીય રસ્તાનું લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ગાંધીનગર અને અમદાવાદના નાગરિકોને આજે ઉત્તરાયણના તહેવારે વધુ એક ફ્લાયઓવરની વિશેષ ભેટ મળી છે જેના થકી અમદાવાદ-
ઉત્તરાયણની મજા ઘણાં લોકો માટે સજા બનતી હોય છે. આવામાં ઉત્તરાયણ દરમિયાન ટુવ્હિલર કે અન્ય રીતે અવર-જવર કરનારા લોકો માટે પતંગની દોરી ઘાતક સાબિત થતી હોય છે. આ વર્ષે પણ ઘણાં લોકો માટે ઉત્તરાયણ ઘાતક સાબિત થઈ છે. ઉત્તરાયણ દરમિયાન પતંગ-દોરીના કારણે ઘાયલ થયેલા ૨૯૦૦ કરતા વધુ કેસ ૧૦૮ની ટીમને મળ્યા હતા. જાેકે, પાછલા વર્ષોની […]
કોરોના મહામારીને અટકાવવા ગુજરાત સરકારે રાત્રિ કફ્ર્યૂ લાદ્યું છે તેને લઈને આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાત્રિ કફ્ર્યૂને લઈને સીએમ વિજય રૂપાણીએ એક જાહેરાત કરી છે. ચારેય મહાનગરોમાં રાત્રિ કફ્ર્યૂ યથાવત રહેશે. ૧૫ દિવસ સુધી એટલે કે ૩૧મી જાન્યુઆરી સુધી રાત્રી કર્ફ્ય યથાવત રહેશે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કફ્ર્યૂને લઈને લોકોના […]
Recent Comments