દેશને સ્વતંત્રતા મળ્યાના સાત દાયકા બાદ પ્રધાનમંત્રી કોંગ્રેસ સહિતના વિરોધપક્ષો ખેડૂતોને ગેરમાર્ગે દોરી, ખોટી ભ્રમણાઓ ફેલાવી, દેશના શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળવાના બદઈરાદા સાથે ખેડૂતોના હિતમાં અમલમાં મુકાયેલા કૃષિ કાયદાઓ બાબતે રાજકીય રોટલા શેકી, કેન્દ્ર સરકારને બદનામ કરવાના કુપ્રયાસો કરી રહ્યાં
ગુજરાતમાં હાલ કોરોના વાયરસ બેકાબુ જાેવા મળી રહ્યો છે. કોરોના વાયરસ મહામારીને લઇને ધંધા-રોજગાર પર અસર જાેવા મળી છે. રાજ્યની જનતા એક તરફ કોરોના તો બીજી તરફ મોંઘવારીના માર વચ્ચે પીસાઇ રહી છે ત્યારે રાજકોટથી અમદાવાદ એસટી બસના મુસાફરો માટે ખરાબ સમાચાર આવ્યાં છે. રાજકોટથી અમદાવાદના એસટી ભાડામાં ૪ રુપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.રાજકોટ […]
રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાની ગુજરાત હાઈકોર્ટે પણ નોંધ લીધી હતી. જે બાદ હાઈકોર્ટે માસ્ક પહેર્યા વિના ફરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જ્યાં સુધી વૅક્સીન ના શોધાય, ત્યાં સુધી માસ્ક જ કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય હોવા છતાં અમદાવાદી બેદરકારી દાખવી રહ્યાં છે. જેના પરિણામે સંક્રમણ ફેલાવાનું જાેખમ વધી રહ્યું છે.અમદાવાદ પોલીસે […]
ગુજરાતની ૮ હજાર સ્કૂલોને લઈને એક નિયમ જાહેર કરવામાં આવ્યો છે. કોરોના મહાબિમારીના કારણે મૃતક વાલીઓના સંતોનોને ફ્રી શિક્ષણ આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. સ્વ ર્નિભર શાળા સંચાલક મંડળ દ્વારા આ ર્નિણય લેવાયો છે. ફી માફી માટે કોરોનાથી મૃત્યુનું પ્રમાણપત્ર જરૂરી બનાવવામાં આવ્યું છે. આ નિયમ ગુજરાતની ૮ હજાર સ્કૂલોને લાગૂ પડશે.કોરોનામાં મૃત્યુ પામેલા વાલીના […]
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુદ્દત પૂર્ણ થઈ રહી છે. ૧૪ ડિસેમ્બરમાં અવધિ પૂર્ણ થતાં પહેલાં સરકાર વહીવટદારની નિમણૂક કરશે. જેમાં ટ્ઠષ્ઠજ રાજીવ ગુપ્તા તેમજ મ્યુનિ. કમિશનર મુકેશ કુમારના નામ હાલ ચર્ચામાં આવ્યા છે.અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની સત્તા હાલમાં ભાજપ પાસે છે. વર્ષ ૨૦૧૫ના પરિણામો મુજબ બીજેપી પાસે ૧૪૨ અને કોંગ્રેસ પાસે ૫૦ સીટો રહેલી છે. ૪૬૬ ચોરોસ […]
કૃષિ કાયદાને લઈને સરકાર અને ખેડુતો વચ્ચે ગતિરોધ યથાવત છે. આ દરમિયાન ખેડૂત નેતાઓએ ૮ ડિસેમ્બરે આખું ભારત બંધનું એલાન આપ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસે પણ ખેડૂતોના સમર્થનમાં આખા ગુજરાતમાં કોંગી નેતાઓથી લઇ કાર્યકરોની અપીલ કરી છે કે, ગુજરાતમાં ખેડૂતોનું આંદોલન અંજામ સુધી પહોંચાડવાનું છે.દિલ્હીમાં ખેડૂત આંદોલનનો આજે ૧૨મો દિવસ છે. ખેડૂત સંગઠનોએ આવતીકાલે ભારત […]
દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવમાં વધારો નોંધાયો છે. ગુજરાતમાં પેટ્રોલના ભાવ વધીને ૮૦ રૂપિયાને પાર થઈ ગયો છે જ્યારે ડીઝલના ભાવ ૮૦ રૂપિયાની નજીક છે. અમદાવાદમાં શનિવારે પેટ્રોલની કિંમત પ્રતિ લીટરે રૂપિયા ૮૦ને પાર થઇને રૂપિયા ૮૦.૬૭ જ્યારે ડીઝલની કિંમત રૂ. ૭૯.૧૨ થઇ ગઇ હતી.આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલમાં સતત […]
સુરતના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા ૩૩ વર્ષીય મહિલા પીએસઆઇ અમિતા જાેશીએ શનિવારે પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. અમિતા જાેશીએ નાઇટ ડ્યુટીથી પરત ફરી બપોરે આ અંતિમ પગલું ભર્યું હતું. રવિવારે તેઓની અંતિમયાત્રા પહેલા સુરત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અંતિમયાત્રામાં પોલીસ સહિત પરિવારજનો જાેડાયા હતા. અશ્રુભીની આંખે […]
શનિવાર સાંજ સુધીમાં સિવિલ હોસ્પિટલમાંથી વધુ ૧૨ દર્દીના મૃત્યુ નીપજ્યા છે અને આ સાથે એક જ સપ્તાહમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓનો આંક ૧૪૫ થયો છે. શનિવારે બપોરે પણ સિવિલના કોવિડ ડેડબોડી વિભાગ પાસેથી સવારથી જ મોટી સંખ્યામાં મૃતકોના સગાં-સંબંધી નજરે પડયા હતા. સિવિલમાં ડેડબોડી લેવા માટે કતારો લાગી રહી છે. જાેકે સંવેદના ગુમાવી ચૂકેલી ગુજરાત […]
શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શિખર ટાવર આજે વહેલી સવારે ૬.૫૫ વાગ્યે ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણતા ફાયર વિભાગની ૧૩ ગાડીઓ ઘટનાસ્થળે ઘટના સ્થળે પહોંચી અને ગણતરીની મિનિટોમાં જ આગને કાબુમાં લઈ લીધી છે. આ ટાવરમાં મોબાઇલ અને એસેસરીઝનું બઝર આવેલું છે જ્યારે ઉપરની તરફ રહેણાંક મકાનો છે. ભીષણ આગના કારણે આસપાસના લોકોમાં દોડધામ […]
Recent Comments