કેન્દ્રીય મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાના ગણતરીના કલાકોમાં જ હેકર્સે જ્યોતિરાદિત્ય સિંધિયાનુ ફેસબૂક એકાઉન્ટ હેક કરી લીધુ હતુ.એકાઉન્ટ પરથી તેમનો એક જુનો વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.જેમાં જયોતિરાદિત્ય કોંગ્રેસની પ્રશંસા કરતા નજરે પડે છે.ઉલ્લેખનીય છે કે, જ્યોતિરાદિત્યને નાગરિક ઉડ્ડયન વિભાગના
કુલગામ ખાતે ૨ આતંકવાદીઓને ઠાર મારવાની સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૫ આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં કાશ્મીરમાં ૫ આતંકવાદીઓને ઢેર કરવામાં આવ્યા છે. આ માટે તેમણે પોલીસ અને સુરક્ષા દળોને શુભેચ્છા પાઠવી હતી. જાણવા મળ્યા મુજબ બુધવારે મોડી રાતે દક્ષિણી કાશ્મીરમાં અથડામણ શરૂ થઈ […]
વીરભદ્ર સિંહ ૯ વખત ધારાસભ્ય રહી ચુક્યા હતા અને સાથે જ ૫ વખત સાંસદ તરીકે પણ પસંદગી પામ્યા હતા હિમાચલ પ્રદેશના છ વખત મુખ્યમંત્રી રહેલા કોંગ્રેસના નેતા વીરભદ્ર સિંહનું ગુરુવારે ૮૭ વર્ષની વયે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે સવારે ૩ઃ૪૦ કલાકે શિમલામાં ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. અહીં […]
પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ૮ જુલાઈ ગુરૂવારના રોજ ફરીથી પેટ્રોલ ૩૫ પૈસા મોંઘું થઈ ગયું છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૦.૫૬ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. બીજી તરફ ડીઝલમાં ૯ પૈસાની વૃદ્ધિ થઈ છે. દિલ્હીમાં ડીઝલનો ભાવ ૮૯.૬૨ રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સતત પેટ્રોલ-ડીઝલની કિંમતો વધી રહી છે. સરકાર […]
દેશમાં કોરોનાની બીજી લહેર નબળી પડ્યા બાદ છૂટછાટો મળવાની વધતા નવા કેસની સંખ્યા ઘટીને ૫૦ હજારની અંદર પહોંચ્યા બાદ ઉપર-નીચે થઈ રહી છે. ગઈકાલની સરખામણીમાં નવા કેસમાં વધારો થયો છે, ગઈકાલે ૨૪ કલાકમાં ૪૩,૭૩૩ નવા કેસ નોંધાયા હતા, જ્યારે આજે તેમાં વધારો થયો છે પરંતુ મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. સરકાર દ્વારા છૂટછાટો મળતા પ્રવાસન સ્થળો […]
બ્રિટનની કેયર્ન એનર્જીએ મધ્યસ્થતા આદેશ હેઠળ ૧.૭ અબજ અમેરિકન ડૉલરની નુકસાનની ભરપાઈ કરવા માટે ફ્રાન્સની એક કોર્ટથી ફ્રાન્સમાં સ્થિત ૨૦ ભારતીય સરકારી સંપત્તિઓને જપ્ત કરવાનો આદેશ પ્રાપ્ત કરી દીધો છે. ફ્રાન્સની કોર્ટે ૧૧ જૂને કેયર્ન એનર્જીને ભારત સરકારની સંપત્તિઓના અધિગ્રહણનો આદેશ આપ્યો હતો, જેમાં મોટાભાગના ફ્લેટ સામેલ છે. આ સમગ્ર મામલા પર હવે ભારત સરકાર […]
ગ્રાહકોને મળેલી એક દિવસની રાહત બાદ આજે ફરી સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલમાં ૩૫ પૈસાનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવ પણ ૧૭ પૈસા પ્રતિ લીટર વધારી દીધા છે. આ વધારા બાદ દિલ્હી અને કોલકાતામાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાની પાર જતો રહ્યો છે. દિલ્હીમાં આજે પેટ્રોલ ૧૦૦.૨૧ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૮૯.૫૩ રૂપિયા પ્રતિ લીટર થઇ […]
બુધવારે જસ્ટિસ કૌશિક ચંદાએ ચૂંટણીની અરજીની સુનાવણીથી પોતાને અલગ કરવાની મમતા બેનર્જીની વિનંતીને નકારી કાઢી દીધો છે. ન્યાયાધીશે પોતાને અયોગ્ય ઠેરવવા અને ઘટનાઓમાં હેરાફેરી કરવા માટે મમતા બેનર્જી પર ૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મમતા બેનર્જીને આંચકો આપતા કોલકત્તા હાઈકોર્ટે તેમના પર પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ રકમનો ઉપયોગ કોરોનાથી પ્રભાવિત વકીલોનાં […]
દિવંગત પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. રંગરાજન કુમારમંગલમના પત્ની કિટ્ટી કુમારમંગલમની મંગળવારે રાતે દિલ્હીના વસંત વિહાર ખાતે આવેલા તેમના નિવાસ સ્થાને હત્યા કરવામાં આવી હતી. હત્યાના આ કેસમાં એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવી છે અને અન્ય ૨ આરોપીઓની તપાસ ચાલુ છે. દિલ્હી પોલીસના કહેવા પ્રમાણે ૬૭ વર્ષીય કિટ્ટી કુમારમંગલમના ઘરમાં લૂંટના ઈરાદાથી ઘૂસેલા બદમાશોએ તેમની હત્યા […]
કોરોનાના કેસમાં પાછલા કેટલાક દિવસથી ઉતાર-ચઢાવ નોંધાઈ રહ્યા છે. સતત ઘટતા કેસ ૩૫ હજારની અંદર પહોંચ્યા બાદ આજે ફરી કેસનો આંકડો ૪૦ હજારને પાર ગયો છે. ગઈકાલની સરખામણીમાં આજે ૯૦૦૦ જેટલા કેસ વધ્યા છે. ગઈકાલે કોરોનાના નવા ૩૪,૭૦૩ કેસ નોંધાયા હતા. નવા કેસની સાથે મૃત્યુઆંક પણ પાછો ૧૦૦૦ની નજીક પહોંચ્યો છે. ગઈકાલે કોરોનાના જે આંકડા […]
Recent Comments