fbpx
Home Archive by category રાષ્ટ્રીય (Page 1232)
રાષ્ટ્રીય

રિકવરી દર ૯૪.૫૯ ટકા અને મૃત્યુ દર ૩.૯૬ ટકા થયો કોરોના હાંફ્યોઃ ૨૪ કલાકમાં ૨૬,૫૬૭ પોઝિટિવ કેસ નોંધાયા

કોરોનાના સક્રિય કેસ ૪ લાખની નીચે પહોંચ્યા, વધુ ૩૮૫ના મોત સાથે મૃત્યુઆંક ૧,૪૦,૯૫૮એ પહોંચ્યો કોરોના વાયરસને કહેર આખા દેશમાં ફેલાયેલો છે. બે મહિના બાદ તો એક વર્ષ પૂરું થવા આવશે તે પહેલાં જ આજે કોરોના વાયરસને લઇ એક સમાચાર આવ્યા છે. જી હા આજે પાંચ મહિના બાદ કોરોના વાયરસના કેસમાં ઘટાડો દેખાયો છે.આખા
રાષ્ટ્રીય

પ્રાઇવેટ બજારમાં વેક્સિનનો એક ડોઝ રૂ.૧૦૦૦માં મળશેઃ પૂનાવાલા સીરમ કંપની સરકારને કોરોના રસી ૨૫૦ રૂપિયામાં આપશે..!

ટૂંક સમયમાં જ સરકારની સપ્લાઇ ડીલ પર સાઇન થશે, ઇમર્જન્સી યુઝની અપ્રૂવલ વિશે પણ ઝડપથી ર્નિણય લેવાશે દુનિયાભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસની વેક્સીનને લઈને ભારતની જ દિગ્ગજ કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા એ સારા સમાચાર આપ્યા છે. સિરમના જણાવ્યા પ્રમાણે તેની રસી સૌથી પહેલા ભારતને આપવામાં આવશે. તેવી જ રીતે તેના સપ્લાયને લઈને કોન્ટ્રાક્ટની પણ […]
રાષ્ટ્રીય

આઇસીસી ટેસ્ટ રેન્કિંગઃ સ્મિથ પ્રથમ સ્થાને, કોહલી-વિલિયમ્સન સંયુક્તપણે બીજા ક્રમ

આઇસીસીએ ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની પ્રથમ ટેસ્ટ સમાપ્ત થયા બાદ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યા છે. વિન્ડીઝ સામે ૨૫૧ રનની શાનદાર ઇનિંગ્સ રમનાર કિવિઝ કેપ્ટન કેન વિલિયમ્સન બીજા સ્થાને આવી ગયો છે. તેના અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ૮૮૬ પોઈન્ટ્‌સ છે. ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથ ૯૧૧ પોઈન્ટ્‌સ સાથે પ્રથમ સ્થાને છે.કાંગારું બેટ્‌સમેન સ્ટીવ સ્મિથ પોતાની […]
રાષ્ટ્રીય

સરકાર ખેડૂતોના મનની વાત સાંભળે અને કૃષિ કાયદો પાછો ખેંચેઃ કોંગ્રેસ સરકાર આ કાયદો રદ્દ કરે તેનાથી ઓછું કંઇ મંજૂર નથીઃ રાહુલ ગાંધી

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા આવતીકાલે ભારત બંધનુ એલાન અપાયુ છે ત્યારે કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે કે, ખેડૂતોના મનની વાત સરકાર સાંભળે અને કાળો કાયદો પાછો ખેંચે.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને કહ્યુ છે કે, સરકારે આ કાયદો રદ કરવો જ પડશે અને તેનાથી ઓછુ કશું મંજૂર નથી. બીજી તરફ […]
રાષ્ટ્રીય

ભારત ફ્રાન્સ પાસેથી ટ્રાન્સપોર્ટ ટેન્કર વિમાન ખરીદશે

ચીન સાથે પૂર્વીય લદ્દાખમાં ચાલતા સરહદ વિવાદ વચ્ચે ભારતીય હવાઈદળની તાકત વધારવા માટે ભારત તેના મિત્ર ફ્રાન્સ પાસેથી ઓછી કિંમતે ૬ એરબસ ૩૩૦ મલ્ટી રોલ ટ્રાન્સપોર્ટ ટેન્કર એરક્રાફ્ટ ખરીદવા અંગે વિચારણા કરી રહ્યો છે. આ વિમાનો આવી જવાથી લદ્દાખમાં ભારતીય હવાઈદળની સ્થિતિ પહેલાંની સરખામણીમાં વધુ સારી થઈ જશે. આ એક મલ્ટી-રોલ મીડ-એર રિફ્યુઅલર એરક્રાફ્ટ છે. […]
રાષ્ટ્રીય

દેશમાં એક દિવસમાં ૩૨ હજારથી વધુ કોરોના કેસ, વિશ્વમાં કુલ ૬.૭૩ કરોડ કેસ કોરોના મામલે ભારતને મોટી સફળતા મળી, રિકવરી રેટ ૯૪.૪૫% પર પહોંચ્યો

વિશ્વભરમાં કોરોનાના પ્રકોપ વચ્ચે ભારત આ મહામારી સામેનો જંગ જીતો રહ્યું છે. અત્યાર સુધી દેશમાં ૯૬ લાખથી વધુ કેસોમાંથી ૯૧ લાખથી વધુ દર્દી સાજા થઇ ગયા છે. જ્યારે વિશ્વમાં કોરોનાના કેસો વધીને ૬.૭૩ કરોડ થઇ ગયા છે અને મૃત્યુઆંક ૧૫ લાખથી વધુ છે. જ્યારે ૪.૬૫ કરોડ લોકો રિકવર પણ થયા છે જે સારી વાત છે.વિશ્વમાં […]
રાષ્ટ્રીય

માનવ મિશનમાં એક વર્ષનો વિલંબ થશેઃ કે.સીવન

કોરોના મહામારીની અસર ભારતના સૌ પ્રથમ માનવ મિશન ગગનયાન પર પણ થઈ છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના વડા ડો.કે.સિવને સોમવારે કહ્યું હતું કે હવે માનવ મિશનના લોંચિંગમાં નિયત સમય કરતા એક વર્ષનો વિલંબ થશે. ગગનયાન મિશનનું લોંચિંગ હવે આગામી વર્ષના અંત ભાગ સુધીમાં અથવા તેના એક વર્ષ બાદ થવાની શક્યતા છે. જાેકે, આ અગાઉ બે […]
રાષ્ટ્રીય

ડીઝલ રૂપિયા ૩.૪૧ અને પેટ્રોલ આશરે રૂપિયા ૨.૫૫ મોંઘું થયું છેલ્લા ૧૮ દિવસમાં ૧૫ વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા

જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓએ છેલ્લા ૧૮ દિવસમાં, એટલે કે ૨૦ નવેમ્બરથી ૭ ડિસેમ્બર સુધીમાં ૧૫ વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. ૧૫ વખત કરવામાં આવેલા આ ભાવવધારાને લીધે ડીઝલ રૂપિયા ૩.૪૧ અને પેટ્રોલ આશરે રૂપિયા ૨.૫૫ સુધી મોંઘાં થયાં છે. ડિસેમ્બર મહિનામાં અત્યારસુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે ૬ વખત વધારો થયો છે. એને પગલે […]
રાષ્ટ્રીય

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં નિર્માણ પર રોક, શિલાન્યાસને સુપ્રિમ કોર્ટની મંજૂરી

પેન્ડિંગ અરજીઓ પર ચુકાદો ન આવે ત્યાં સુધી નિર્માણ ન કરવામાં આવે, વૃક્ષ પણ કાપવામાં ન આવે સુપ્રીમ કોર્ટે સોમવારે નવા સંસદ ભવનના નિર્માણ માટેના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંગે સખત વલણ અપનાવ્યું હતું. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો નહીં આપે ત્યાં સુધી કોઈ બાંધકામ કે તોડફોડ થવી જાેઈએ નહીં. કોર્ટે […]
રાષ્ટ્રીય

પાંચ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવનારાને જીએસટીમાં રાહત

સરકારે જીએસટી યંત્રણા હેઠળ નાના કરદાતાઓ માટે ક્વાર્ટરલી રિટર્ન ફાઈલિંગ ઍન્ડ મન્થલી પૅમેન્ટ ઑફ ટૅક્સિસ (ક્યૂઆરએમપી) યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત જે કરદાતાનું સરેરાશ વાર્ષિક ટર્નઑવર પાંચ કરોડ રૂપિયા કરતા ઓછું હોય અને જેમણે ઑક્ટોબરનું જીએસટીઆર-૩બી રિટર્ન ૩૦ નવેમ્બર સુધીમાં ભરી દીધું હોય તેઓ આ યોજનાના લાભ માટે પાત્ર હશે. પાંચ ઑક્ટોબરે યોજાયેલી […]