ચાંદગઢ થી જીરા અને ચાંદગઢ થી ચરખા નોન પ્લાન રોડને પાકા ડામર રોડ બનાવવા રજૂઆત કરતા : મનીષ ભંડેરી

અમરેલી તાલુકાનાં ચાંદગઢ ગામથી જીરા ગામ અને ચાંદગઢ ગામથી ચરખા ગામ સુધીના નોન પ્લાન રોડ (કાચા રોડ)ના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેમાં ચાંદગઢ થી જીરા ગામ સુધીનો અંદાજીત ૪ કી.મી. કાચો રોડ તો તાલુકા થી તાલુકાને જોડતો રોડ છે, આ કાચો રોડ ચોમાસાની સીઝનમાં વરસાદને લીધે બંધ થઈ જાય છે અને જેને લીધે લોકોને ૨૦ કી.મી. ફરવા જવું પડે છે, અને ચાંદગઢ થી ચરખા ગામ સુધીનો અંદાજીત ૩ કી.મી.નો કાચો રોડ તો નેશનલ હાઈવેને જોડતો રોડ છે, તો લોકોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને સત્વરે ચાંદગઢ થી જીરા ગામ સુધીનો રોડ અને ચાંદગઢ થી ચરખા ગામ સુધીનો નોન પ્લાન રોડ (કાચા રોડ)ને પાકા ડામર રોડ બનાવવા માટે આપશ્રીને વિનંતી સહ ભલામણ કરું છું.
Recent Comments