SGFI શાળાકીય રમતોત્સવમાં ભાવનગર (ગ્રામ્ય)ની જિલ્લા કક્ષાની વુશું સ્પર્ધામાં ગણેશ શાળા-ટીમાણાના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી ગણેશ શાળા – ટીમાણાનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં શાળાના 5 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ, 8 વિદ્યાર્થીઓએ સિલ્વર મેડલ તથા 5 વિદ્યાર્થીઓએ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ સાથે ગણેશ શાળા – ટીમાણાના વિદ્યાર્થીઓએ કુલ 18 મેડલ મેળવીને જિલ્લા કક્ષાએ ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. આ તમામ વિજેતા ખેલાડીઓ હવે રાજ્ય કક્ષાની વુશું સ્પર્ધામાં ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ ઐતિહાસિક સિદ્ધિ મેળવનાર તમામ ખેલાડીઓ તથા તેમને માર્ગદર્શન પૂરું પાડનાર વ્યાયામ શિક્ષકશ્રી નિલેશભાઈ બાંભણિયા તથા પ્રવિણભાઇ પંડ્યાને ગણેશ શાળા ટીમાણા પરિવારે રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
જિલ્લા કક્ષાની વુશું સ્પર્ધામાં ગણેશ શાળા ટીમાણાના બાળકોએ મેળવ્યા 18 મેડલ















Recent Comments