દામનગર શહેર ની શેઠ શ્રી એમ. સી. મહેતા હાઈસ્કૂલ માં વીર બાલ દિન ની શાનદાર ઉજવણી કરવામાં આવેલ હતી. આ દિવસે ઇતિહાસ ના સોનેરી પને અલંકૃત થયેલ દિવ્ય ચરિત્ર ગુરુ ગોવિંદસિંહ અને તેના સપૂતો ના અમર બલિદાન ને યાદ કરવા માં આવેલ. તેમના શૌર્ય, સાહસ અને ખુમારી અંગે ડોક્યુમેન્ટરી પ્રદર્શિત કરેલ હતી. દામનગર નગર પાલિકા ના પ્રમુખ ગોબરભાઈ નારોલા ની અધ્યક્ષતા માં યોજાયેલ બાલ દિને શિક્ષણ સમિતિ ના ચેરમેન ધ્રુવભાઈ ભટ્ટ, પૂર્વ પાલિકા પ્રમુખ અમરશીભાઈ પૂર્વ પાલિકા પ્રમુખ ધીરુભાઈ હસુભાઈ સતીશબાપુ ગોસાઈ તેમજ પત્રકાર નટવરલાલ ભાતિયા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા. શાળા માં પ્રસંગોચિત નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, કોયડા સ્પર્ધા પણ સમ્મિલિત કરી હતી. શાળા પરિવાર ના તમામ કર્મચારી ભાઈઓ અને બહેનો એ કાર્યક્રમ ને સફળ બનાવવા સુંદર આયોજન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ને શાળા ના ઇન્ચાર્જ આચાર્ય પાર્થેશભાઈ ત્રિવેદી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
દામનગર શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કુલ ખાતે પાલિકા પ્રમુખ નારોલા ની અધ્યક્ષતા માં બાલ દિન ની ઉજવણી કરાય


















Recent Comments