આર્મીમાં 22 વર્ષ ફરજ દરમિયાન 11 ઉચ્ચ મેડલો અને 6 ઈન્ટેલીઝન કોર્ષ કરીને ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું.
સાવરકુંડલા જાની પરિવાર ના બે પુત્રોએ આર્મીમાં જોડાઈ 22 વર્ષ સરહદો ની સુરક્ષા કરી.
સાવરકુંડલા ના યુવાન યોગેશ બળવંતરાય જાની જેઓ 25 સપ્ટેમ્બર 2003 માં આર્મી માં સિપાહી માં જબલપુર ખાતે જોઈન કર્યુ હતું તઅને વર્ષ 2025 માં ઉતરોતર ખાતાકીય પ્રમોશન લઈને સિપાઈ માંથી લાન્સ નાયક, નાયક, હવાલદાર, નાયબ સુબેદાર અને અને આર્મી માં ઓફિસર રેન્ક માંથી સુબેદાર તરીકે 22 વર્ષ રાષ્ટ્રની સેવા બાદ નિવૃત થયા હતા.
સાવરકુંડલાના યુવાન યોગેશ જાની આર્મી સુબેદાર એ પોતાની 22 વર્ષની સેના સેવા દરમિયાન સ્પેશિયલ સર્વિસ મેડલ, બેસ્ટ સોલ્જર ટ્રેનિંગ, બ્રિગેડિયર બ્રાર મેડલ, સેન્ય સેવા મેડલ, નાઈન યર સર્વિસ મેડલ, સેવન્ટી ફિફ્ટ ઇન્ડિપેન્ડન્સ એનિવર્સરી મેડલ, ટ્વીન્ટી યર લોન્ગ સર્વિસ મેડલ, વેસટર્ન કમાન્ડ સ્પેશિયલ મેડલ, સ્પેશિયલ સર્વિસ મેડલ ઈન્સટન્ટ, કમાન્ડ મેડલ એમ કુલ 11 રાષ્ટ્રીય મેડલ મેળવી અમરેલી જીલ્લા અને ગુજરાત નું ગૌરવ વધારેલ તેમજ આર્મી ઓફિસર યોગેશ જાની દ્વારા પોતાની દેશ સેવાના 22 વર્ષ દરમિયાન કમાન્ડ ફાઈટર ટ્રેનિંગ કોર્સ, પેરાશુટિંગ કોર્સ, સિક્યુરિટી વિજિલન્સ, સિક્યુરિટી સુપરવાઈઝર, વેર હાઉસ મેનેજર, સ્ટોર કીપર સુપરવાઈઝર એમ કુલ અલગ અલગ છ કોર્સ કરીને ઉચ્ચ લાયકાતો મેળવી હતી.
સાવરકુંડલા શિવાજીનગર ખાતે રહેતા બળવંતરાય પ્રાગજીભાઈ જાની ના ત્રણ પુત્રો માંથી સૌથી મોટા પુત્ર અતુલભાઈ જાની ફૌજી જેઓ બોડર સીક્યુરિટી ફોર્સ બી.એસ.એફ.માં 21 વર્ષ ફરજ બજાવીછે જયારે તેમના બીજા નંબર ના પુત્ર યોગેશભાઈ જાની એ ભારતીય આર્મીમાં 22 વર્ષ સુધી ફરજ બજાવી તાજેતર માંજ પોતાના વતન સાવરકુંડલા પરત ફર્યા છે સાવરકુંડલા જાની પરિવારના ત્રણ પુત્રો માંથી બે પુત્રોએ ભારત દેશ ની અલગ અલગ સરહદો પર 22 વર્ષ સુધી ફરજો બજાવી પોતાની યુવાની રાષ્ટ્ર ને સમર્પિત કરી હતી.
સાવરકુંડલાનો યુવાન યોગેશ જાની જેઓ આર્મી ની અંદર ટુ સ્ટાર રેન્ક સુબેદાર થઈને ભારત દેશના જબલપુર, પંજાબ, સિકનંદરાબાદ, આસામ, શીલોન્ગ, મુંબઈ મહારાષ્ટ્ર, કાશ્મીર, ભુજ ગુજરાત, પચ્છિમ બંગાળ વગેરે રાજ્યો અને ભારતીય સરહદો પર સેવા બજાવી દેશની સીમા ઓની રક્ષા કરીને પોતાના વતન સાવરકુંડલા ખાતે આવતા તેમના માતા પિતા અને જાની પરિવાર તેમજ સામાજીક, રાજકીય અગ્રણીઓ, સંતો, મીત્ર સર્કલ દ્વારા આર્મીમેન યોગેશ જાની ને શાલ ઓઢાડી, ફલહાર કરી પૂજ્ય ભક્તિરામબાપુ માનવ મંદીર, શૈલેષભાઇ રવૈયા પ્રિન્સિપાલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, મયૂરભાઈ દવે પ્રમુખ પતિ રાજુલા નગરપાલિકા, ઘનશ્યામભાઈ વાઘ ઉપપ્રમુખ રાજુલા નગરપાલિકા, ભરતભાઈ વાઘ પાટી, અમિતગીરી ગોસ્વામી સ્ટાફ ઓફિસર અમરેલી જીલ્લા હોમગાર્ડ, હિતેશભાઈ જયાણી ઉપપ્રમુખ ખોડલધામ સમિતિ સાવરકુંડલા, ભરતભાઈ વિછિયા અગ્રણી કાઠી શત્રિય સમાજ, તેજસભાઈ ત્રિવેદી એલ.આઈ.સી.,
જોરૂભાઈ લાલુ ચરખડીયા, ભાવેશભાઈ નનેરા સગર સમાજ અગ્રણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
Recent Comments