રાજ્યના નાગરિકોને સરકારી સેવાઓનો લાભ ઘરઆંગણે મળે તે માટે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવે છે. છેવાડાના લાભાર્થી સુધી સરકારી સેવાઓની પહોંચ સુનિશ્ચિત થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
આજરોજ રાજુલાના દાતરડી, જાફરાબાદના મીતીયાળા, સાવરકુંડલાના આદસંગ, લીલીયાના સલડી, લાઠીના ભુરખીયા ખાતે સેવા સેતુ ૨.૦ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ગ્રામ્ય નાગરિકોને જાતિના દાખલા, આવકના દાખલા, ગામ નમુના નં.૨, આકારણીના દાખલા, લગ્ન નોંધણી, નવા જોબ કાર્ડ સહિતની સેવાઓનો લાભ પહોંચાડવામાં આવ્યો હતો.
સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન રાજુલાના દાતરડી મુકામે જી-રામ-જી યોજનાનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. “મિશન મંગલમ યોજના” હેઠળ સખી મંડળની બહેનોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. એસ. બી. એમ શાખાના સેગ્રીગેશન શેડ, હોરિજોન્ટલ શોપ, વ્યક્તિગત શૌચાલય અને કમ્પોસ્ટ પીટ અને સોકપીટ માટેની યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચી શકે તે અંગે સૂક્ષ્મદર્શી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ થકી છેવાડાના નાગરિકો સુધી પહોંચવાનો હેતુ સાર્થક થઈ રહ્યો છે. સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી નાગરિકોની સમસ્યાઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવે છે.

















Recent Comments