CHPH મા ફરજ બજાવતા ખાનગી કંપનીના 280 કર્મચારીઓ વેતન વધારવા ના મુદ્દે હડતાલ
CHPHમાં ફરજ બજાવતા ખાનગી કંપનીના 280 કર્મીઓની વેતન વધારા મુદ્દે હડતાળ સરદાર સરોવર નર્મદા ડેમના કેનાલ હેડ પાવરહાઉસ અને રીવર બેડ પાવર હાઉસમાં કામ ખાનગી કંપનીના કર્મચારીઓ ફરજ બજાવે છે 280 જેટલા જે કર્મચારીઓ ફરજ બજાવે છે તેઓ અલગ-અલગ કામગીરી કરે છે જેમાં તેઓ ટેક્નિકલ મેન્ટેનસ અને ઓપરેશન સહિતની કામગીરી કરે છે ત્યારે વર્ષોથી આ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.પરંતુ તેઓ નો પગાર વધારો ન થતા તેઓ નું ખાનગી કંપની દ્વારા શોષણ કરવામાં આવે છે. તેઓ વારંવાર રજૂઆતો કરવા છતાં ખાનગી કંપની દ્વારા સ્વીકારવામાં ન આવતા તેઓ હડતાલ પર ઉતરી ગયા છે. કર્મચારીઓ સાથે નર્મદા જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વાળંદ, ઉપ પ્રમુખ રણજિત ડી તડવી,તાલૂકા કોંગ્રેસ પ્રમુખ શૈલેશ તડવી વિગેરે જીસેક અને ફીટવેલ કર્મચારીઓ સાથે મિટિગ કરી કર્મચારીઓની માગ સ્વીકારી નિરાકરણ લાવવા રજુઆત કરી. નર્મદા બંધ ખાતે ફિટવેલ નામની ખાનગી કંપની મેનપાવર સપ્લાય કરે છે. વીજ મથકોમાં ઓપરેશન અને મેઇન્ટનન્સ નું કામ તેમના કર્મચારીઓ સાંભળે છે. આ કર્મચારીઓ છેલ્લા કેટલાય દિવસથી નોકરી પર જતા નથી અને પોતાની માંગણીઓ ન સ્વીકારાતાં ના કારણે હડતાલ પર ઉતરી ગયા છે. તેઓ પોતાની વિવિધ માર્ગો જે છે એ માંગો તેમને આ જીસેક ના ઉચ્ચ અધિકારી અને ખાનગી કંપની ફીટવેલને લેખિતમાં રજૂઆત કરી હતી પરંતુ કોઈપણ પ્રતિભાવ ન મળતા આખરે કામદારો નોકરી પર જ નોકરી હડતાળ પર ઉતરી ગયા, અને માંગ કરી રહ્યા છે . ત્યારે તેઓ જે પગાર છે તેમાં વધારો થવો જોઈએ.
Recent Comments