fbpx
ગુજરાત

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે બેન્ડે જસપ્રીત બુમરાહ માટે ખાસ ગીત રજૂ કરી તમામનું દિલ જીતી લીધું

બ્રિટિશ મ્યુઝિક બેન્ડ કોલ્ડપ્લે ભારતમાં ધુમ મચાવી રહ્યું છે. મુંબઈ બાદ અમદાવાદમાં ૨૬ જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખુબજ મોટી સંખ્યામાં ચાહકો પહોંચ્યા હતા. આ મ્યુઝિક બેન્ડમાં અંદાજે એક લાખ ચાહકોની ભીડમાં એક ખાસ વ્યક્તિ હતો તે છે ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ,કોલ્ડપ્લેએ બુમરાહ માટે એક ખાસ ગીત પણ ગાયું, જેણે વિશ્વભરના બેટ્‌સમેનોની વિકેટ લીધી છે, અને તેનું સન્માન કર્યું હતુ. ૨ દિવસ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં લાખો ચાહકો આ સુપરહિટ બેન્ડને જાેવા માટે પહોંચ્યા હતા. રવિવાર ૨૬ ડિસેમ્બરના રોજ ગણતંત્ર દિવસે ચાહકોની ભીડ આ કોન્સર્ટમાં પહોંચી હતી. જેમાં કોલ્ડપ્લે પોતાના અનેક સુપરહિટ ગીતથી દરેક ભારતીય ચાહકોને નાચવા પર મજબુર કર્યા હતા.

કોલ્ડપ્લે સ્ટાર સિંગર ક્રિસ માર્ટિને બુમરાહ માટે ગીત ગાયું હતુ. જેમાં તેમણે બુમરાહને પોતાનો ભાઈ કહ્યો હતો પરંતુ સાથે કહ્યું જ્યારે તે ઈંગ્લેન્ડ માટે વિકેટ લે છે. તો તેને મજા આવતી નથી. ત્યારબાદ એક વીડિયો પણ દેખાડ્યો હતો. જેમાં બુમરાહ ઈંગ્લેન્ડના બેટ્‌સમેનનો સ્ટંપ ઉડાવતો જાેવા મળ્યો હતો. બુમરાહ-બુમરાહના નારા લાગ્યા હતા. એક બાજુ જસપ્રીત બુમરાહ સ્માઈલ કરી રહ્યો હતો.

ભલે ‘કોલ્ડપ્લે’ પસંદ ન આવે, પણ ભારતીય ચાહકો આશા રાખશે કે બુમરાહ જલ્દીથી ફિટ થઈને પાછો ફરે અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનો જાદુ બતાવે જેમ તેણે ્‌૨૦ વર્લ્ડ કપમાં કર્યો હતો. ભલે પછી તેને ઈંગ્લેન્ડના બેટસમેનનો આઉટ કરી કોલ્ડપ્લે બેન્ડનું દિલ કેમ તોડવું ન પડે.

Follow Me:

Related Posts