અમરેલી

સાંજની ૬ કલાકે ઉપડતી મહુવા-અમરેલી બસ શરૂ કરવા માંગ

અમરેલી ડેપોની સાંજે મહુવાથી ૬-૦૦ કલાકે પરત ફરતી બસ લાંબા સમયથી બંધ કરવામાં આવેલ છે. આથી મહુવા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ મહુવા કામકાજ, ખરીદી, તબીબી કામ અંગે જતા વિજપડી સુધીના મુસાફરોને, સાવરકુંડલા સુધીના ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને લોકલ બસ સુવિધા નહી મળતા મહુવાથી ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. અમરેલી ડેપોએ બંધ કરેલ અમરેલી મહુવા સાંજની બસ તાકીદે શરૂ કરવા મુસાફરોએ માંગ કરી છે. અમરેલી ડેપો દ્વારા અવારનવાર ગમે તે બસ બંધ કરી દેતા હોવાથી વારંવાર ફરિયાદ ઉઠે છે. આ બાબતે અવારનવાર રજૂઆત કરવા છતાં અમરેલી એસ.ટી.વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી અમરેલીના એસ.ટી.વિભાગના અધિકારીઓ સામે ભારે રોષ ફેલાયો છે.

Related Posts