અમરેલી ક્ષેત્રના ખેડૂતો માટેતાત્કાલીક ડીએપી ખાતર ફાળવવા કેન્દ્ર સરકાર અને રાજય સરકારમાં રજૂઆત કરતા પૂવૅ સાંસદ નારણભાઈ કાછડીયા
અમરેલી જીલ્લામાં ડી.એ.પી. ખાતર મેળવવા માટે ખેડૂતોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે અને ખેડૂતોની ખાતર મેળવવા માટે લાંબી કતારો લાગી છે. ત્યારે અમરેલી સંસદીય ક્ષેત્રના ખેડૂતોને પુરૂતુ ડી.એ.પી. ખાતર મળી રહે તે માટે અમરેલીના પૂવૅ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી જે.પી.નડડા, કેન્દ્રીય ક’ષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ અને ગુજરાત રાજયના ક’ષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને પત્રથી રજૂઆત કરેલ છે.
પૂવૅ સાંસદશ્રીની રજૂઆતમાં જણાવ્યા મુજબ આજે ખેડૂતોને ઘઉં, ચણા, રાયડો, ધાણા અને ડુંગળી વગેરે જેવા શીયાળુ પાકોનું વાવેતર કરવાનું હોય પરંતુ જીલ્લામાં ડી.એ.પી. ખાતરની ઘટ હોવાથી વાવેતરમાં મોડુ થઈ રહયુ છે અને જો વધુ મોડુ થાય તો ઉત્પાદનમાં ફેર પડે અને ખેડૂતોને નુકશાનીનો સામનો કરવો પડે
અમરેલીમાં ડીએપીની ઘટ હોવાના લીધે ખેડૂતોની ખાતર મેળવવા માટે લાંબી કતારો લાગી છે તેમજ ઘણા ખેડૂતો ૧૭૦૦ થી ૧૮૦૦ રૂા. દઈ કાળા બજારી માંથી ખાતર ખરીદ રહયા છે. આજે ઠંડીની સીઝન પણ શરૂ થઈ ગઈ છે ત્યારે અમરેલી ક્ષેત્રના ખેડૂતોને તાત્કાલીક અને સમયસર ડી.એ.પી. ખાતર મળી રહે તેમજ ફળવાનાર ખાતરની રેક લીલીયા મોટા અથવા પીપાવાવ પોટૅ ઉપર ઉતરે તેવી વ્યવસ્થા ગોઠવવા બાબતે પણ અમરેલીના પૂવૅ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને પત્રથી રજૂઆત કરેલ હોવાનું તેઓની અખબારી યાદીમાં જણાવેલ છે.
Recent Comments