fbpx
અમરેલી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા ની મુલાકાતે મહાનુભાવો

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા રાજકોટ થી આવેલા IPS અધિકારી, પૂર્વ ભારતીય જનતા પાર્ટીના નેતા રમેશભાઈ ધડુક, ચેતનભાઇ રામાણી અને અન્ય રાજકીય મહાનુભાવોએ સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલા ની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પ.પુ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદ દાસજી સાથે ધર્મ અને સમાજ વિષયક વિવિધ મુદ્દાઓ પર ઉંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન મહાનુભાવોએ ગુરુકુળની વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું.

વિદ્યાર્થીઓના શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિકાસ માટે ગુરુકુળમાં કરવામાં આવતા પ્રયત્નોને તેમણે ખૂબ જ સરાહના કરી હતી. ખાસ કરીને, ગુરુકુળમાં ચાલતા વિવિધ સેવાકીય કાર્યક્રમ અને સમાજસેવાના કામોથી તેઓ પ્રભાવિત થયા હતા.મુલાકાતના અંતે, પ.પુ. શાસ્ત્રી સ્વામીએ મહાનુભાવોને આશીર્વાદ આપ્યા હતા અને ગુરુકુળના કાર્યમાં તેમના સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો.રમેશભાઈ ધડુક એ જણાવેલ કે સ્વામિનારાયણ ગુરુકુળ જેવા સંસ્થાઓ સમાજના નિર્માણમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ગુરુકુળમાં વિદ્યાર્થીઓને જે શિક્ષણ અને સંસ્કાર આપવામાં આવે છે તે તેમના જીવનમાં સતત માર્ગદર્શન રૂપ બને છે.ચેતનભાઇ રામાણી ના મતે ગુરુકુળમાં વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં, પરંતુ નૈતિક મૂલ્યોનું પણ શિક્ષણ આપવામાં આવે છે. આવી સંસ્થાઓને સમાજનું સમર્થન મળવું જોઈએ.

Follow Me:

Related Posts