ગુજરાત રાજ્યના સુરક્ષા સેતુ સોસાયટી અને અમરેલી જિલ્લા પોલીસ વિભાગ સંચાલિત દામનગર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર વાય. આર. રાવલ ના માર્ગદર્શન તળે સ્ટુડન્ટ પોલીસ કેડેટ નો નિવાસી સમર કેમ્પ તારીખ ૨૬/૦૪/૨૫ થી ૦૨/૦૫/૨૫ દિન ૦૭ વિદ્યાસભા અમરેલી ખાતે યોજાયો. આ કેમ્પ દરમ્યાન વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે યોગ, પરેડ, મોટીવેશન સેમિનાર, વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા દ્વારા બાળકોને અંધશ્રદ્ધા નિવારણ ના વિવિધ પ્રયોગો નું નિદર્શન, આપત્તિ વ્યવસ્થાપન, ફાયર સેફટી, બાળ સુરક્ષા , રમત ગમત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર મજાનું આયોજન કરી પોલીસ કેડેટના બાળકોને. ઉચ્ચ જીવન મૂલ્યો અને શ્રેષ્ઠ નાગરિક તરીકેની ભૂમિકા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં દામનગર શહેરની શાળાના ધોરણ આઠ અને નવ ના બાળકોને આ તાલીમ આપવામાં આવી આ બાળકોની સાથે કોમ્યુનિટી પોલીસ ઓફિસર આર.ડી હેલૈયા , મનિષાબેન અગ્રાવત તેમજ ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર સંજયભાઈ ખસિયા તેમજ આશાબેન શિયાળ દ્વારા બાળકો સાથે આ કેમ્પમાં હાજર રહી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
દામનગરના સ્ટુડન્ટ પોલીસ કેડેટના બાળકોનો જિલ્લા કક્ષાનો સમરકેમ્પ યોજાયો

Recent Comments