દિવ્યાંગતા ધરાવતા કર્મચારીઓ, સ્વરોજગાર કરતી વ્યક્તિઓ તથા તેમને કામે રાખતા શ્રેષ્ઠ નોકરી દાતાઓ તથા શ્રેષ્ઠ પ્લેસમેન્ટ અધિકારી તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનારને દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા- ૨૦૨૪ અંતર્ગત બહુમાન કરવામાં આવશે, ભાગ લેવા માટે તા.૧૭ માર્ચ, ૨૦૨૫ સુધીમાં અરજી કરવી.
દિવ્યાંગતા ધરાવતા અંધ, બહેરાં- મૂંગા, અપંગ તેમજ રક્તપિત તથા મંદબુદ્ધિ વાળા કર્મચારીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમને કામે રાખતા નોકરી દાતાઓ તથા તેમને નોકરી અપાવવા માટે વિશિષ્ટ કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર માટે રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૪માં ભાગ લેવા હેતુસર અરજી પત્રકનો નમૂનો www.talimrojgar.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકશે.જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, સી-બ્લોક, પહેલો માળ, અમરેલી પિન નં.૩૬૫૬૦૧ પરથી વિનામૂલ્યે તા.૧૭ માર્ચ,૨૦૨૫ સુધીમાં મેળવી શકશે.
ભરેલા અરજી પત્રકો સાધનિક દસ્તાવેજોના બિડાણો સહિત ત્રણ નકલમાં તા.૧૭ માર્ચ, ૨૦૨૫ સુધીમાં ઉક્ત કચેરીને રુબરુ મળી જાય તે રીતે અથવા ટપાલ મારફત અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, જિલ્લા સેવા સદન-૦૨, સી-બ્લોક, પહેલો માળ, રાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલી પિન નં.૩૬૫૬૦૧ને મોકલી આપવા.આ અંગેની વધુ વિગત માટે અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરીનો ફોન નં.(૦૨૭૯૨) ૨૨૩૩૯૪ મેઇલ આઇ-ડીઃdee-amr@gujarat.gov.in, વેબસાઇટ www.employment.gujarat.gov.in સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.



















Recent Comments