અમરેલી

ઉમરાળા ના ટિમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ને ૧૧.૦૪૦૦૦ નું અનુદાન અર્પણ કરતા તબીબો

ઉમરાળા ના ટિમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ને ૧૧.૦૪૦૦૦ નું અનુદાન અર્પણ કરતા તબીબો સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) ની અંગેની સુવાસ સાંભળી રાજકોટ સ્થિત સૌરાષ્ટ્રનાં સૌપ્રથમ કેન્સર સર્જન ડોકટર શ્રી મનોજ મહેતા સાહેબ તથા શ્રી રાજનભાઈ મથુરિયા મુંબઈ એ તા.૯.૪.૨૦૨૫ નાં રોજ હોસ્પિટલમાં દર્દીનારાયણ સારવાર અર્થે રૂા.૧૧,૦૪,૦૦૦/- અંકે રૂપિયા અગીયાર લાખ ચાર હજાર પુરાનું અનુદાન અર્પણ કરેલ છે. તેઓશ્રીઓનું હોસ્પિટલનાં ઉપપ્રમુખ-બી.એલ. રાજપા અને એડમીન-પ્રશાંતભાઈ પંડયા દ્વારા સદ્ગુરુદેવનાં ‘જીવનચરિતામૃત’ ગ્રંથ અને શાલ અર્પણ કરીને સન્માનિત ક૨વામાં આવેલ.અત્રે ઉલ્લેખનીય છે કે ડો. મનોજ મહેતા સાહેબ એ ભવિષ્યમાં કેન્સર વિભાગ શરૂ ક૨વામાં આવે તો સેવા માટેની તૈયાર પણ દર્શાવી છે. હોસ્પિટલ ટ્રસ્ટીમંડળે ડો. શ્રી મનોજ મહેતા સાહેબ તથા તેમનાં પરીવારજનોનો હ્રદયપૂર્વકનો આભાર વ્યકત કરેલ છે.

Related Posts