શાલીન વ્યકિતત્વ અને કુશળ અર્થશાસ્ત્રી ગુમાવ્યા છે ડો.મનમોહન ‘મનમોહક’ દિવ્ય આત્માને શ્રધ્ધાંજલી– દિલીપ સંઘાણી

ભારતની અર્થ શકિતને સમૃધ્ધ કરવાનું કામ શાલીન વ્યકિતત્વ અને કુશળ અર્થશાસ્ત્રી, બહુમુખી પ્રતિભાસંપન્ન પરમ આદરણિય પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ એ સફળ રીતે દેશને આપ્યું આજે આપણી વચ્ચે તેઓ નથી તેમના સ્વર્ગારોહનને મારી વિનમ્ર શ્રધ્ધાંજલી અર્પ છુ તેમ પૂર્વ કેબીનેટ મંત્રી–ઈફકો ચેરમેન દિલીપ સંઘાણીએ સદ્ગત આત્માને શ્રધ્ધાંજલી પાઠવતા જણાવ્યુ હતું.સંઘાણીએ વધુમા જણાવેલ કે, ડો.મનમોહનજીની સેવાઓ આર્થીક અને સામાજીક ક્ષેત્રે છવાયેલી છે તેમના જવાથી સમગ્ર દેશ શોકાતુર છે, સિંઘ ના પરિવાજનો પ્રતિ મારી સંવેદના વ્યકત કરવા સાથે સદ્ગતના દિવ્ય આત્મા મોક્ષપ્રાપ્ત કરે તેવી વિનમ્ર શ્રધ્ધાંજલી અર્પિત કરૂ છું તેમ અંતમા સંઘાણીએ જણાવેલ.
Recent Comments