અમરેલી

અમરેલી શહેરમાં કેરીયા રોડ પર આવેલ રેલવે ફાટકથી પસાર થતા વાહન ચાલકોએ વૈકલ્પિક અનુસરવો

અમરેલી શહેરમાં કેરીયા રોડ પર આવેલ રેલવે ફાટક નં. ૨૧ ખાતે રેલવે વિભાગ દ્વારા આર.સી.સી.બોક્સ તથા એપ્રોચ રોડનું કામ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર હોય, જેથી આ રેલવે ફાટક પરથી પસાર થતા તમામ વાહનોનો ટ્રાફીક ડાયવર્ટ કરવા માટે વૈકલ્પિક રૂટ જાહેર કરતું માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું બહાર પાડ્યું છે.

વૈકલ્પિક રૂટ-૧ મુજબ હળવા વાહનો (ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર) માટે હનુમાનપરા રેલવે ફાટક એલ.સી.નં.૨૦ મારફતે એલ.સી. નં. ૨૧ થી એલ.સી. નં.૨૦ વચ્ચે પાકો મોટરેબલ રસ્તો બન્યા બાદ કેરીયા રોડ રૂટ પરથી પસાર થવાનું રહેશે. અથવા માણેકપરાથી લીલીયા રોડ ફાટક પાસેથી લીલીયા ચોકડીવાળા રૂટ પરથી પસાર થવાનું રહેશે.

વૈકલ્પિક રૂટ-૨ અનુસાર ભારે વાહનોએ અમરેલી-સાવરકુંડલા બાયપાસ રોડ પરથી લાઠી બાયપાસ ચોકડીથી અમરેલી શહેર રૂટ પરથી પસાર થવાનું રહેશે.

આ જાહેરનામું તાત્કાલિક અસરથી તા.૧૭/૦૧/૨૦૨૬  સુધી અથવા તા.૧૮/૦૧/૨૦૨૬ પહેલા કામગીરી પૂર્ણ થયે રસ્તો અવર-જવર માટે ખુલ્લો મુકવામાં આવે ત્યાં સુધીના સમયગાળા માટે અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.

Related Posts