અમરેલી

ચૂંટણી સમયે સૌની યોજના થી ચેકડેમ તળાવ ભરવા ના ગબ્બરા મારી જનાર નેતા ગાયબ ઉનાળા પહેલા નંદી તળાવો માં ગાયો ચરી રહી છે

દામનગર પંથક માં ઓછા વરસાદે ખાડા ઓ પણ ભરાયા નહોતા રાજ્યભર માં અતિવૃષ્ટિ  ના આંકડા વચ્ચે દામનગર પંથક માં નહિવત વરસાદે વારંવાર રજૂઆતો કરાય હતી  આગોતરા આયોજન કરી સૌની યોજના થી ચેકડેમ તળાવ ભરવા ની બાબતે બેદરકાર નેતા ઓ ફોટા પડાવવા માંથી જ ઉંચા નથી આવ્યા હજી તો ઉનાળો શરૂ થાય તે પહેલાં નદી નાળા ચેકડેમ તળાવો ખાલીખમ ચૂંટણી સમયે ફાકા ફોજદારી કરી જતા નેતા ઓ ગાયબ ચૂંટણી સમયે સૌની યોજના ઓથી તળાવ ચેકડેમ ભરી આપવા ના ગબ્બરા મારતા નેતા ઓ ક્યાં ? અત્યારે શ્રી મંત સરકાર ગાયકવાડે બંધાવેલ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર તળાવ અને ઠાંસા રોડ ચેકડેમ માં ગાયો ચરી રહી છે ક્યાં મરી ગઈ તમારી સંવેદના ? દરેક જીવો ના કલ્યાણ ની વાતો કરી જનાર નફ્ફટ નેતા ઓને ઓળખવાની જરૂર ખાલીખમ તળાવો નદી ચેકડેમો ક્રિકેટ ના મેદાન જેવા કોરા ધકોડ પડ્યા છે હજી તો ઉનાળો શરૂ થવાનો છે ત્યાં તળિયા ઝાટક ચેકડેમ તળાવો માં ઢોર ચરી રહ્યા છે ફોટો જીવી નેતા ઓ ગાયબ જ્યાં ત્યાં સૌની યોજના મંજુર કરાવી હોવા ના ફકા મારતા નેતા ઓએ દામનગર પંથક ના તળાવો ભરવા જોઈ ઓછા વરસાદ ની જાણ નેતા ઓને હોવા છતાં આગોતરું આયોજન કરવા માં નિષ્ફળ નેતા ઓ ઉણા ઉતરી રહ્યા છે 

Follow Me:

Related Posts