અમરેલી

બાબરા તાલુકામાં આધારકાર્ડ નંબર પરથી E-KYC  કરવાની પ્રક્રિયા શરુ

 બાબરા તાલુકામાં ગુજરાત રાજય સરકાર દ્વારા તમામ રેશનકાર્ડ ધારકોને પોતાના આધારકાર્ડ નંબર પરથી E-KYC કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આધારકાર્ડ E-KYC કરવાની પ્રક્રિયા માટે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત કચેરી અથવા રેશનકાર્ડમાં દર્શાવવામાં આવેલા વાજબી ભાવની દુકાન ખાતે કરાવી શકાય છે. આ ઉપરાંત મોબાઈલ ફોનમાં MY RATION એપ્લિકેશન મારફત રેશનકાર્ડ E-KYC કરવા અંગેની પ્રક્રિયા યુટ્યુબ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે. રેશનકાર્ડ ધારક સ્વયં પણ E-KYC કરી શકે છે. રેશનકાર્ડના સ્ભ્યોના આધારકાર્ડ E-KYC નહી કરવામાં આવે તો સરકાર દ્વારા ભવિષ્યમાં મળતા લાભો સ્થગિત થવાની શક્યતા રહે છે. આથી, તમામ રેશનકાર્ડ ધારકોએ E-KYC  કરવા માટે બાબરા તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts