સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના અથાગ પ્રયાસોથી
સાવરકુંડલા અને લીલીયા તાલુકાના પાંચ ગામોમાં અધ્યતન ગ્રામ પંચાયત કચેરીઓના નિર્માણ માટે કુલ ૧.૫૯ કરોડ
રૂપિયાના કામો મંજૂર કરવામાં આવ્યા છે. સાવરકુંડલા તાલુકોના ગાધકડા, પીયાવા, વીજપડી ,અને લીલીયા તાલુકો
મોટા લીલીયા અને આંબા ગામોના ગ્રામજનોને આધુનિક સુવિધાઓથી સજ્જ પંચાયત ભવનોનો લાભ મળશે.
અગાઉ સાવરકુંડલા – લીલીયા તાલુકાના ૨૧ ગામોમાં જેમાં સાવરકુંડલા તાલુકાના રામગઢ.નાના
ભમોદ્વા,પીઠવડી,મીતીયાળા,વિજયાનગર,જુનાસાવર,કાનાતળાવ,સાકરપરા,સેંજળ,લુવારા,થોરડી,વીરડી,ઘનશ્યામ
નગર,હિપાવડલી,નાના જિજુડા,દેતડ,જીરા,ધજ્ડી,ગોરડકા,ધજ્ડી,લીલીયા તાલુકાના શેઢાવદર, અત્યાધુનિક ગ્રામ
સચિવાલય ૫.૫૦ કરોડ ખર્ચે મંજુર કરાવ્યા હતા.
ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ સુશાસન અને
સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે ગ્રામ પંચાયત ભવનોની ભૂમિકા અત્યંત મહત્વની છે. આ પાંચ ગામોમાં નવા અને
અધ્યતન પંચાયત ભવનો બનવાથી સ્થાનિક લોકોને વધુ સારી સેવાઓ અને સુવિધાઓ મળશે.મંજૂર થયેલા આ કામો
માટે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થતાં ગ્રામ સચિવાલયમાં ગામના લોકોને
વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મળશે અને તેઓ યોજનાઓનો લાભ મેળવી શકશે. આ ઉપરાંત,
ગ્રામજનો ગ્રામ સચિવાલયમાંથી મહત્વના દસ્તાવેજો પણ મેળવી શકશે. ગ્રામ સચિવાલયની સ્થાપનાથી
ગ્રામજનોના સમય અને ખર્ચની બચત થશે અને વહીવટી કાર્યક્ષમતામાં વધારો થશે. આ વિકાસ કાર્યથી ગ્રામજનોમાં
ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારના લોકો માટે વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ
મેળવવામાં સરળતા રહે તે માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સચિવાલયની સ્થાપના કરવામાં આવશે.શ્રી કસવાલાના
પ્રયત્નોથી આ મહત્વપૂર્ણ પહેલને મંજૂરી મળી છે, જે ગ્રામ્ય વિકાસમાં એક નવું પરિમાણ ઉમેરશે.
અગાઉ વિધાનસભાના ૨૧ ગામોને નવી ગ્રામ પંચાયત માટે રૂ.૫.૨૫ કરોડની મંજુરી અને જર્જરિતગ્રામ પંચાયત માંથી તમામ ગામડાઓને મુક્તિ આપવાની અભિગમ

Recent Comments