EDએ મની લોન્ડરિંગ કેસમાં રાજ કુન્દ્રા વિરુદ્ધ કાર્યવાહી કરી, ૯૭ કરોડની સંપત્તિ જપ્ત કરી
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી છે. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં રાજ કુન્દ્રા વિરુદ્ધ કાર્યવાહી કરીને મોટું પગલું ભર્યું છે. ઈડ્ઢએ શિલ્પા અને રાજની ૯૭ કરોડ ૭૯ લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં શિલ્પા શેટ્ટીનો જુહુ ફ્લેટ સહિત ઈડ્ઢએ પુણેનો બંગલો અને ઈક્વિટી શેર પણ જપ્ત કર્યા છે. ઈડ્ઢએ મહારાષ્ટ્રમાં નોંધાયેલી અલગ-અલગ હ્લૈંઇના આધારે ઁસ્ન્છ હેઠળ તપાસ શરૂ કરી હતી. રાજ કુન્દ્રા પર આરોપ હતો કે મેસર્સ વેરિએબલ ટેક પ્રાઈવેટ લિમિટેડ, સ્વ.અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિમ્પી ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ અને અન્ય સ્ન્સ્ એજન્ટોએ વર્ષ ૨૦૧૭માં આશરે રુપિયા ૬૬૦૦ કરોડના બિટકોઈન મેળવ્યા હતા. આ તમામ બિટકોઈન ખોટા વચનોના આધારે રોકાણકારો પાસેથી લેવામાં આવ્યા હતા.
રોકાણકારોને ખાતરી આપવામાં આવી હતી કે તેમને ૧૦ ટકા વળતર આપવામાં આવશે. રાજ કુન્દ્રા પર એવો પણ આરોપ છે કે તેણે અંગત હિત માટે બિટકોઈન માઈનિંગનો ઉપયોગ કર્યો હતો, તે એક પ્રકારની પોન્ઝી સ્કીમ હતી. રાજ કુન્દ્રા આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ હોવાનું કહેવાય છે. તેણે ૨૮૫ બિટકોઈન મેળવ્યા હતા. અમિત ભારદ્વાજે રોકાણકારોને છેતરીને આ બિટકોઈન મેળવ્યા હતા અને યુક્રેનમાં બિટકોઈન માઈનિંગમાં રોકાણ કર્યું હતું. આજની તારીખે રાજ કુન્દ્રા પાસે રહેલા ૨૮૫ બિટકોઈન્સની કિંમત ૧૫૦ કરોડ રૂપિયાથી વધુ છે. આ કેસમાં ઇડીએ દરોડા પાડીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. સિમ્પી ભારદ્વાજની ૧૭ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ, નીતિન ગૌરની ૨૯ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ અને અખિલ મહાજનની ૧૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તમામ જેલમાં છે. આ કેસના મુખ્ય આરોપી અજય ભારદ્વાજ અને મહેન્દ્ર ભારદ્વાજ હજુ ફરાર છે. ઈડ્ઢ તેમને શોધવામાં વ્યસ્ત છે. અગાઉ આ કેસમાં ઈડ્ઢએ ૬૯ કરોડ રૂપિયાની સ્થાવર-જંગમ મિલકત પણ જપ્ત કરી હતી.
Recent Comments