સાવરકુંડલા તાલુકાના વિવિધ ગામોમાં ચાલી રહેલા પ્રવાસ દરમિયાન ધારાસભ્યશ્રી
મહેશભાઈ કસવાલા દ્વારા આજે કરજાળા અને જીરા ગામે ભવ્ય ચુંટણી સભાઓનું
આયોજન કરવામાં આવ્યું હતું.
જિલા પંચાયતના ઉમેદવાર દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડીયા,નેસડી સીટના
ઉમેદવાર હંસાબેન મગનભાઈ પરમાર , જીરા સીટના ઉમેદવાર પ્રતાપભાઈ
લખુભાઈ ખુમાણ, જુના સાવર સીટના ઉમેદવાર વલ્લભભાઈ ભાણાભાઈ મકવાણા,
સીમરણ સીટના ઉમેદવારના કિશોરભાઈ ફૂલજીભાઈ સોજીત્રા સમર્થમાં જાન સભા
સબોધી
જીરા ગામમાં યોજાયેલી સભામાં ઉદ્યોગપતિ શ્રી બાબુભાઈ જીરા વિશેષ ઉપસ્થિત
રહ્યા હતા
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા નેસડી
જીલ્લા પંચાયત સીટના જીરા અને કરજાળા ગામે જાહેર સભામાં ધારાસભ્યશ્રીએ
પોતાના સંબોધનમાં વિકાસકાર્યોની માહિતી આપી હતી તેમજ આવનારા સમયમાં
ગામડાઓમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
તેમણે ગ્રામ્ય વિકાસ, રસ્તા, પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ
પર ભાર મૂક્યો હતો.
આ મીટીંગમાં ખાસ કરીને જીરા ગામમાં યોજાયેલી સભામાં ઉદ્યોગપતિ શ્રી બાબુભાઈ
જીરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ સુરત ભાજપના આગેવાન તરીકે જાણીતા છે
અને તેમની હાજરીથી સભામાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે પણ પોતાના
સંબોધનમાં સ્થાનિક લોકોને વિકાસના માર્ગે આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતા
અને પક્ષને મજબૂત બનાવવા આહ્વાન કર્યું હતું.
આ સભાઓમાં સ્થાનિક ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહભેર સહભાગી
બન્યા હતા.
















Recent Comments