fbpx
રાષ્ટ્રીય

સાઉથ કોરિયામાં ઈમરજન્સી માર્શલ લૉ, સંસદમાં ઘુસી આર્મી, હજારો લોકો રસ્તાઓ પર ઉતર્યા

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ચૂં સુક યોલે, ઉત્તર કોરિયા સમર્થક તાકતોને ખતમ કરવા અને સંવૈધાનિક લોકતાંત્રિક વ્યવસ્થાની રક્ષા કરવાની કસમો ખાધી દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ચૂં સુક યોલે મંગળવારે દેશમાં ઈમરજન્સી માર્શલ લો ઘોષિત કરી દીધું છે. માર્શલ લોના આ આદેશમાં દેશના વિપક્ષી દળો પર સંસદને કંટ્રોલ કરવા, ઉત્તર કોરિયા સાથે સહાનુભૂતિ રાખવા અને દેશ વિરોધી ગતિવિધિઓ સાથે સરકારને પાંગળી બનાવવાના આરોપ લગાવ્યા. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ચૂં સુક યોલે દેશના નામે એક ટેલીવિઝન સંબોધનમાં ઉત્તર કોરિયા સમર્થક તાકતોને ખતમ કરવા અને સંવૈધાનિક લોકતાંત્રિક વ્યવસ્થાની રક્ષા કરવાની કસમો ખાધી.

જાે કે અત્યાર સુધી કોરિયાની શાસન વ્યવસ્થા અને લોકતંત્ર પર ઈમરજન્સી માર્શલ લોની અસર સ્પષ્ટ દેખાતી નહોતી. ૨૦૨૨માં પદભાર સંભાળ્યા બાદ રાષ્ટ્રપતિ યૂન સતત સંસદમાં પોતાની સરકારના એજન્ડાને આગળ વધારવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જ્યાં વિપક્ષી પાર્ટીઓ પાસે તેમની પીપુલ પાવર પાર્ટીની તુલનામાં બહુમત પ્રાપ્ત કર્યો. પીપીપી અને દક્ષિણ કોરિયાની મુખ્ય વિપક્ષી પાર્ટી, ડેમોક્રેટિક પાર્ટીની વચ્ચે હાલમાં ટકરાવ આગામી વર્ષે બજેટ બિલને લઈને થયો. યૂન પોતાની પત્ની અને ટોપ લેવલના અધિકારીઓ સાથે જાેડાયેલ કૌભાંડની સ્વતંત્ર તપાસની માગ ફગાવી દેવાના કારણે વિપક્ષી પાર્ટીઓની ટીકાઓનો શિકાર બન્યા. યૂનની ઘોષણા બાદ ડેમોક્રેટિક પાર્ટીએ કથિત રીતે પોતાના સાંસદોની એક ઈમરજન્સી બેઠક બોલાવી. આ બાજૂ સંસદમાં સેના ઘુસી ગઈ છે

અને વિપક્ષી નેતાઓની ધરપકડ થઈ રહી છે. યૂને પરમાણુ સશસ્ત્ર ઉત્તર કોરિયા તરફથી કોઈ ચોક્કસ ખતરો દર્શાવ્યો ન હતો. પરંતુ માર્શલ લો લાદતી વખતે તેના સ્થાનિક રાજકીય વિરોધીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ૧૯૮૦ પછી આ પ્રથમ વખત છે જ્યારે દક્ષિણ કોરિયામાં માર્શલ લો જાહેર કરવામાં આવ્યો છે. લશ્કરી કાયદો લાદવાના વિરોધમાં દક્ષિણ કોરિયાની સંસદની બહાર એકઠા થયેલા પોલીસ અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. દક્ષિણ કોરિયાની મુખ્ય વિપક્ષી પાર્ટી ડેમોક્રેટિક પાર્ટીના નેતાએ પોતાના તમામ સભ્યોને માર્શલ લો લાદવાના વિરોધમાં સંસદમાં એકત્ર થવાની અપીલ કરી છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ વિપક્ષ પર ઉત્તર કોરિયાના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો. રાષ્ટપતિએ દેશને સામ્યવાદી દળોથી બચાવવા માટે ઈમરજન્સીને જરૂરી ગણાવી હતી. પ્રમુખ યૂનની પીપલ્સ પાવર પાર્ટી અને મુખ્ય વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે આગામી વર્ષના બજેટ બિલ પર વિવાદ ચાલુ છે. દેશમાં ઈમરજન્સીની જાહેરાત થતાની સાથે જ હજારો લોકો રસ્તાઓ પર અને સંસદની બહાર એકઠા થઈ ગયા હતા. તેમને રોકવા માટે સેના પણ રસ્તા પર ઉતરી આવી છે. સેનાએ નેશનલ એસેમ્બલીને સીલ કરી દીધી છે.

Follow Me:

Related Posts