અમો અરજદારે જીતેન્દ્ર કુમાર રવિયા માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ કરેલ વિનંતી અનુસંધાને પ્રથમ અપીલ અધિકારી દ્વારા સંતોષકારક હુકમ નહીં થતાં ગુજરાત માહિતી આયોગ સમક્ષ અધિનિયમની કલમ 18 1 હેઠળ ફરિયાદ દાખલ કરેલ હતી.આ અપીલ આયોગ સમક્ષ ચાલી જતા માહિતી કમિશનર શ્રી ભરત ગણાત્રા દ્વારા જાહેર માહિતી અધિકારી શ્રી જિગ્નેશભાઇ શાહ ટાઉન ડેવલોપમેન્ટ ઇન્સ્પેક્ટર શ્રી વિરાટનગર ઇલેક્શન વોર્ડ 25 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ અને નગર વિકાસ ખાતું હરૂભાઈ મહેતા ભવન, ઝોનલ કચેરી પૂર્વ ઝોન, વિરાટ નગર અમદાવાદ ને રૂપિયા 5000 દંડ કરતો હુકમ તારીખ 30/07/2025 ના રોજ કરેલ છે. આયોગના હુકમની નકલ આ સાથે સામેલ છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા અરજદારોને ન્યાય આપવામાં આવે છે અને માહિતી અધિકારનું સાતત્ય જળવાઈ તેવા પ્રયત્નો કરવામાં આવે છે તેને ધ્યાનમાં રાખી અને આ માહિતી આપના દૈનિકમાં પ્રસારિત કરવા માટે વિનંતી છે
એસ્ટેટ અધિકારી શ્રી જિગ્નેશભાઈ શાહ ને રૂપિયા ૫૦૦૦/ નો ગુજરાત માહિતી આયોગ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો.


















Recent Comments