દામનગર શહેર માં આર્થિક પછાત વસાહત ખોડિયારનગર અને ખેડૂતો એ કાયમી રસ્તા મુદે કરેલ ઉપવાસ આંદોલન થી વહીવટી તંત્ર હકારાત્મક લેખિત ખાત્રી નું પાલિકા તંત્ર દ્વારા જ ચૂરચૂરિયું
હજારો લોકો ને અસર કરતા ખોડિયારનગર અને ખેડૂતો ને કાયમી રસ્તા ની કાનૂની જોગવાઈ ઓ નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની ૬૯ થી ફરજિયાત જમીન સંપાદન માટે કરોડો નું કોમ્પલેક્ષ આવતું હોય તો પણ તેને રાજ્ય સરકાર ના ખર્ચે ખરીદી તેને પાડી ને પણ રસ્તો આપવો તેવી કાનૂની જોગવાઈ કાયદા થી સ્થાપિત છે અને ખેડૂતો માટે રેવન્યુ રસ્તા માટે ની પણ મામલતદાર કોર્ટ અધિનિયમ ૧૯૦૬ થી રેવન્યુ કોર્ટ ને હુકુમત રસ્તા આકરવા મનાઈ હુકમ આપવા કાનૂની જોગવાઈ છે હજારો લોકો ને અસર કરતા આ રસ્તા માટે શહેરી વિકાસ વિભાગે રૂપિયા ૧ કરોડ થી વધુ ની બજેટ જોગવાઈ કરી આપી રસ્તા અંગે ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરાય ટેન્ડર પણ મંજૂર કરાયું રેવન્યુ શહેરી વિકાસ વિભાગ રેલવે સહિત વહીવટી તંત્ર સંપૂર્ણ હકારાત્મક છે માત્ર પાલિકા ના સતાધીશો ખોડિયારનગર અને ખેડૂતો ને કાયમી રસ્તો આપવા સંમત નથી દબાણદારો સ્થાનિક નેતા ઓનાં ટેકેદારો છે રસ્તા ની જમીન ઉપર ગેર કાયદેસર બાંધકામ કરી લીધા તે હટાવે કોણ ? રસ્તા માટે ની જમીન રેવન્યુ વિભાગે માત્ર ૧ રૂપિયા ના ટોકન ભાડા થી ૯૯ વર્ષ માટે હુકમ કર્યો છે રેલવે તંત્ર એ પણ એન ઓ સી આપી છે શહેરી વિકાસ વિભાગે એક કરોડ સાત લાખ નું બજેટ ફાળવ્યું છે પણ સ્થાનિક પ્રશાસનિક વ્યવસ્થા એ દબાણદારો ને દબાણ નહી હટાવવાનું પ્રોમિસ આપ્યું તેનું શું ? વચન પાલન તો કરવું જ જોઈ એ ને ?
પછી ભલે હજારો પરિવારો ને બાન માં કેમ લેવા ન પડે ગરીબો અને ખેડૂતો ના હક્ક અધિકાર સમાપ્ત કરવા ક્યાં મોટી વાત છે ? કાયદો ભલે ગમે તે કહે પણ સતા તો નેતા ઓનાં હાથ માં છે ને ? રેલવે તંત્ર ની જગ્યા માં રાતો રાત એક બાજુ વગર એન ઓ સી એ રોડ બની શકે તો બીજી તરફ કેમ નહી ? ખોડિયારનગર અને ખેડૂતો ને વૈકલ્પિક રસ્તો પણ નથી રેલવે ગરનાળા માં પાણી ભરાયેલ હોય ત્યારે જોખમી અવર જવર માટે મજબૂર આર્થિક પછાત વસાહત ભારે મુંજવણ માં મુકાય કોઈ ઘટના દુર્ઘટના બને ત્યારે એમ્બ્યુલન્સ કે ફાયર ફાઈટર પણ ખોડિયારનગર ને મદદ કરી ન શકે તેવી સ્થિતિ સામે તંત્ર વાહકો માત્ર ચાર ટેકેદારો ના ઝુંપડા હટાવવા ન પડે તે માટે દબાણદારો ને ખુલ્લી મદદ કરી રહ્યું છે ખોડિયારનગર અને ખેડૂતો ને કાયમી રસ્તા મુદ્દે કોઈ સક્ષમ કોર્ટ નો મનાઈ હુકમ પણ નથી પાલિકા ના ચૂંટાયેલા સદસ્યો દબાણદારો ના વોર્ડ માંથી ચૂંટાઈ આવે છે અને ઉન્માદ તો એવો કરે છે કે અમારા પૂતળા ઉભા મુકો તો પણ જીતી જાય સતા સમર્થ નો આવો ઉન્માદ ગરીબો નું પીડિતો નું લાચારો નું શુ ભલું કરી શકે ખરું ? ખુદ નેજ અવિચળ સમજતા આ મહાજનો ને પ્રજા ની જેહાદ નહિ દેખાતી હોય ? હજારો ગરીબ શ્રમિક પરિવારો અને ખેડૂતો ને બાન માં લેતા દબાણદારો ને ખુલ્લી મદદ ક્યાં સુધી ? સાંસદ ધારાસભ્ય તમારા વિસ્તાર માં પ્રજા રસ્તા મુદ્દે ભારે હાલાકી ભોગવી રહી જન પ્રતિનિધિ ઓ જનતા ની વ્હારે ક્યારે આવશો ?



















Recent Comments