આપણી રુચિ અને દૃષ્ટિ મુજબ આપણને આ સકળ સૃષ્ટિ સમજાય છે. આપણાં સમાજ જીવનમાં જ જોઈએ તો ઘણી વ્યક્તિઓ કેવળ ભૂલચૂક, દોષ અને ટીકા ટિપ્પણ કરવાં જ અવતર્યા હોય તેમ લાગે અને ઘણી વ્યક્તિઓ સામે રહેલ દોષને ગૌણ ગણીને તેનામાં રહેલ સારપની જ નોંધ લેતાં હોય છે. બસ, પ્રકૃતિમાં પણ આવું હોય તેમ તસવીરકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા ખેંચાયેલ આ તસવીર જણાવી રહેલ છે. હાથલા થોરમાં રહેલાં મોટા કાંટા વચ્ચે સુંદર ફિંડલા ફૂલમાં મધમાખી રસ ચૂંસી રહી છે અને એ સંદેશો આપી રહેલ છે કે, કાંટા ભલે હોય, રસ અમારું લક્ષ્ય… આપણે માનવજાત વ્યાખ્યાઓ કરી શકીએ છીએ પણ આ જંતુની જેમ નકારાત્મક વચ્ચેની હકારાત્મક બાબત સમજીને જીવી નથી શકતાં…!
કાંટા ભલે હોય, રસ અમારું લક્ષ્ય…



















Recent Comments