વડોદરાના નવ નિયુક્ત પાલિકા કમિશનર આઇએએસ અરૂણ મહેશ બાબુ સાયબર ગઠિયાઓનો શિકાર બન્યા છે. નવા નીમાયેલા મ્યુનિસિપલ કમિશનરનું બોગસ ફેસબુક સોશિયલ મીડિયા એકાઉન્ટ કોઈ ભેજાબાજે બનાવ્યું હોવા અંગે સ્વયં મ્યુ. કમિશનર અરુણ બાબુએ આ માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, સાયબર ક્રિમિનલો જુદી-જુદી તરકીબો અજમાવીને ઠગાઈ કરવાનો પોતાનો કારસો અજમાવતા ફરે છે. આ અંગે કંઈક અંશે આવા સાયબર માફિયાઓને સફળતા મળે છે.
દરમિયાન વડોદરામાં તાજેતરમાં જ નવા નીમાયેલા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનું ફેક એકાઉન્ટ સોશિયલ મીડિયામાં બન્યું હોવાની વિગતો મળી છે. જાેકે આ બાબતે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ થયાની માહિતી તેમણે પોતે આપી હતી.
અત્રે યાદ આપવું જરૂરી છે કે અગાઉ પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી હોય કે ધારાસભ્ય કેયુર રોકડિયા હોય તે ઉપરાંત અનેક રાજકારણી અધિકારીઓના નામનો બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી પૈસા પડાવવાનો પણ કારસો થયો છે. જે અંગે આવા ભેજા બાજાે સામે પોલીસ ફરિયાદ પણ થતી રહી છે છતાં કોઈ ભેજાબાજ પકડાતો નથી.
અજાણ્યા શખ્સોએ આ કારસ્તાન કરીને મહેશ અરૂણ બાબુના નજીકના લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી છે. જે બાદ સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. તેમણે પોતાના સત્તાવાત સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ અંગેનો ખુલાસો કર્યો છે. તેમણે લખ્યું કે, કોઇએ મારા નામથી બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું છે. હું તમામને જણાવવા માંગું છું કે, તેનો ઉપયોગ હું નથી કરતો. તેમાંથી આવેલી કોઇ પણ રિકવેસ્ટ સ્વિકારવી નહીં. તેને અવગણવી સાથે જ તેને તુરંત રીપોર્ટ કરવું.
વડોદરાના નવ નિયુક્ત પાલિકા કમિશનર અરૂણ મહેશ બાબુનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું

Recent Comments