લાઠી તાલુકાના ભાલાવાવ ગામે બે ખેડૂતો વચ્ચે જમીનના રસ્તા બાબતે ચાલી રહેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.આ વિવાદનું પંચરોજકામ કરવા માટે નાયબ મામલતદાર અને મહેસૂલ તલાટી હાજર હતા, તે દરમિયાન જ એક ખેડૂત પર હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.આ અંગે હાલ સુરતના મોટા વરાછામાં રહેતા મૂળ લાઠીના ભાલાવાવ ગામના બાબુભાઇ ગણેશભાઇ વિરાણી (ઉ.વ. ૪૭)એ તેમના જ ગામના) સુરેશભાઇ ખીમજીભાઇ વિરાણી તથા છગનભાઇ ઉકાભાઇ વિરાણી સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, લાઠીના ભાલાવાવ ગામે ફરિયાદીની જમીન સર્વે નં. ૫૦/૧ પૈકી ૧ અને તેની ઉપરની બાજુ આવેલી જમીન સર્વે નં. ૫૦/૨ પૈકી ૩ ના માલિક ઓધાભાઈ હીરજીભાઈ વિરાણી વચ્ચે ઘણા સમયથી જમીનના રસ્તા બાબતે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદના નિરાકરણ માટે નાયબ મામલતદાર લાઠી અને મહેસૂલ તલાટી મંત્રી સહિતની ટીમ પંચરોજકામ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી.પંચરોજકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન, બંને આરોપીઓએ તેમની વાડીના ઝાપા પાસે આવીને તેમને વિવાદવાળા રસ્તા બાબતે જેમ ફાવે તેમ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. તેમણે ગાળો બોલવાની ના પાડતા, આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ફરિયાદીને જમણી બાજુની કમરના ભાગે બાવળના લાકડાનો એક ઘા મારી દીધો હતો, જેના કારણે ફરિયાદીને મુંઢ ઈજા થઈ હતી. આ ઉપરાંત બંને આરોપીએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.નાયબ મામલતદારની હાજરીમાં જ આ ઘટના બનતા મહેસૂલી ટીમે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઠીમાં જમીનના રસ્તા બાબતે વિવાદમાં મામલતદારની હાજરીમાં જ ખેડૂત પર હુમલો


















Recent Comments