ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર નોંધણી માટે સોશિયલ મીડિયામાં આવતી ખોટી વિગતો કે ભળતી લિંકથી સાવચેત રહેવા અનુરોધ
એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ તમામ જિલ્લાઓમાં પુન: કાર્યરત થયું છે. કેન્દ્ર સરકારની પી.એમ. કિસાન યોજનાના લાભાર્થીઓને તે યોજનાના આગામી હપ્તા માટે ખેડૂતોની આ પોર્ટલ પર નોંધણી ફરજિયાત છે. આ નોંધણી કરાવવાની પ્રક્રિયા નિઃશુલ્ક છે, માટે ખેડૂતોએ આ માટે કોઈ પણ પ્રકારની ફી આપવાની રહેતી નથી. આ પોર્ટલ પર જે ખેડૂતોએ નોંધણી કરાવી હશે તેમને પી.એમ. કિસાનનો આગામી હપ્તો મળશે. ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે નોંધણી કરાવવામાં આવે તો તે માટે કોઈ ચાર્જ આપવાનો રહેતો નથી. ખેડૂત નોંધણી માટે ભળતી કે ખોટી APK કે લિંક ન ખોલતા ગામના તલાટીશ્રી અથવા ગ્રામ સેવકશ્રીનો સંપર્ક કરી નક્કી કરવામાં આવેલા ઓપરેટર મારફતે નોંધણી કરાવવી.ખેડૂત પોતાની રીતે-જાતે પણ સેલ્ફ રજિસ્ટ્રેશન પણ કરાવી શકે છે. સોશિયલ મીડિયામાં સેલ્ફ રજિસ્ટ્રેશન માટે આવતી ભળતી લિંકથી કે ખોટી વિગતોથી પ્રેરાવું નહિ, સાવચેત અને સચેત રહેવા ખેતી નિયામકશ્રીએ અનુરોધ કર્યો છે, તેમ અમરેલી જિલ્લા ચીટનીશ ટુ કલેક્ટરશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments