ગુજરાત

રાજ્યની બિન અનુદાનિત કૉલેજના કર્મચારીઓ માટે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશ પટેલનો હિતકારી ર્નિણય

રાજ્યની બિનસરકારી અનુદાનિત કૉલેજાેના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં ૭૦૦નો વધારો કરાયોઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યની બિન અનુદાનિત કૉલેજના કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં વધારો કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.

રાજ્યની બિન અનુદાનિત કૉલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં રૂપિયા ૭૦૦નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ તમામ કર્મચારીઓને પ્રતિમાસ ?.૩૦૦ લેખે મેડિકલ અલાઉન્સ આપવામાં આવતું હતું. આ ર્નિણય બાદ તારીખ ૧-૦૪-૨૦૨૫ ના ઠરાવથી પ્રતિમાસ કુલ રૂપિયા ૧૦૦૦નું મેડિકલ ભથ્થું મળવાપાત્ર બનશે. રાજ્ય સરકારના આ ર્નિણયથી શૈક્ષણિક ૩૭૦૩ અને બિનશૈક્ષણિક ૧૨૦૫ મળીને કુલ-૪૯૦૮ કર્મચારીઓને લાભ થશે.

Follow Me:

Related Posts