તપે છે સૂરજ ને ધરા પણ હવે તો આ અગન જેવી લાગે છે,
તમારા એક ફોન પર અહીં પક્ષીઓને અમૃતની હેલી જાગે છે.
ખૂબ સુંદર છે આ ‘ઉડ્ડાન’ માનવતાના આ પવિત્ર આંગણે,
કે તરસ્યા જીવો માટે અહીં ખુદ સેવા ચાલીને દ્વારે આવે છે.
–“પાંધી સર”
સમગ્ર રાજ્યની સાથે સાવરકુંડલા શહેરમાં પણ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. આ કાળઝાળ ગરમીમાં મનુષ્યોની સાથે પક્ષીઓ પણ પાણી માટે વલખાં મારતા હોય છે. ત્યારે જીવદયાના ઉમદા ભાવ સાથે ‘ધ ઉડ્ડાન વેલફેર ફાઉન્ડેશન’ સંચાલિત ‘પ્રભુના પ્રસાદ’ દ્વારા એક પ્રશંસનીય સેવાની શરૂઆત કરવામાં આવી છે.
એક ફોન પર ઘર સુધી સેવા
સંસ્થા દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવાની ખાસિયત એ છે કે નાગરિકોએ કુંડા લેવા ક્યાંય જવું પડતું નથી; માત્ર એક ફોન કરવાથી સંસ્થાના સ્વયંસેવકો ઘરે આવીને વિનામૂલ્યે કુંડા પહોંચાડી જાય છે.
સેવાભાવી ટીમનો સહયોગ
આ સેવાકીય પ્રવૃત્તિને સફળ બનાવવા માટે સંસ્થાના અરવિંદભાઈ મેવાડા, કલ્પેશભાઇ પટેલ, નિતીનભાઇ હેલૈયા, ગીરીશભાઇ મિસ્ત્રી, હિરેનગીરી ગોસાઇ અને લાલભાઇ વેકરીયા જેવા ઉત્સાહી કાર્યકરો ખભેખભો મિલાવીને નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે. સંસ્થાની આ પહેલને શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે.
















Recent Comments