અમરેલી

સાવરકુંડલા નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી સાવરકુંડલા શહેર માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા સંકલ્પ પત્ર જાહેર કર્યો

સાવરકુંડલા નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી,
સાવરકુંડલા દ્વારા આજે એક મહત્વપૂર્ણ સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ સંકલ્પ પત્રમાં
શહેરના સર્વાંગી વિકાસ, આધુનિક સુવિધાઓના વિસ્તરણ અને નાગરિકોની સુખાકારી માટેના વિવિધ
મહત્વાકાંક્ષી આયોજનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સંકલ્પ પત્રમાં શહેરના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે,
જેમાં બાળકો માટે આધુનિક ચિલ્ડ્રન પાર્ક, રેલવે ફાટકથી મુક્ત સાવરકુંડલા બનાવવા માટેના પ્રયત્નો,
નાગરિકોના શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ, સ્વચ્છ અને સુવિધાયુક્ત શાક માર્કેટ, સરદાર વલ્લભભાઈ
પટેલની ભવ્ય પ્રતિમાનું નિર્માણ અને જનતા બાગનું નવીનીકરણ, ડોર-ટુ-ડોર કચરા નિરાકરણ માટે
અત્યાધુનિક વાહનો તથા દરેક વોર્ડમાં સ્થાયી ડસ્ટબિનની વ્યવસ્થા, યુવાનો માટે વાતાકુલીન સુવિધાઓ
સુવિધાઓ ધરાવતી આધુનિક સેન્ટ્રલ લાઇબ્રેરી, જનતા બાગથી જેસર રોડ ગેટ સુધી ડસ્ટ-ફ્રી રોડ, જૈન
બોર્ડિંગથી ફ્રેન્ડ સોસાયટી માલધારી ચોક સુધી અને કન્યા છાત્રાલયથી કોલેજ સુધી આઇકોનિક રોડ,
નેસડી રોડ થી શિવલીલા સોસાયટી થી અમરેલી બાયપાસ સુધી રોડનું નિર્માણ, શહેરને પીવાના
પાણી માટે હાથસણી ડેમમાંથી પાણી પુરવઠો, સાવર અને કુન્ડલા બંને વિસ્તારનું રિનોવેશન, શહેરમાં
ગ્રીન કવર વધારવા માટે સુયોજિત રીતે 3000 વૃક્ષોના વાવેતર, કે.કે. હોસ્પિટલનું આધુનિકીકરણ અને
ક્રિકેટ ગ્રાઉન્ડની સુવિધા ઉભી કરવાની,એકતાના ઉત્સવરૂપે વાર્ષિક નવરાત્રી ઉત્સવ પરંપરા શરૂ કરવાની,
પંડિત દિનદયાળ ઉપાધ્યાય બાગ (જનતા બાગ)નું નવીનીકરણ, આધુનિક એસ.બી. મોડલ ફાયર
સ્ટેશનની સ્થાપના તેમજ સુકનેરા અને હાથસણી વિસ્તારમાં આવેલા ખોડિયાર ડેમમાં નર્મદા નીર
પહોંચાડવાના સંકલ્પનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Related Posts