અમરેલી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી

રાજય ચૂંટણી આયોગ દ્વારા તા ૦૧/૦૪/૨૦૨૬ના રોજ જાહેર કરેલ ચૂંટણી કાર્યક્રમ અનુસાર અમરેલી જિલ્લાની જિલ્લા પંચાયત, તમામ ૧૧ તાલુકા પંચાયત તથા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ઘારી, બાબરા, દામનગર એમ કુલ- ૬(છ) નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તા.૨૬/૦૪/૨૦૨૬ ને રવિવારના રોજ સવારના ૭-૦૦ કલાકથી સાંજના ૬.૦૦ કલાક સુઘી મતદાન યોજાનાર છે. જેની મત ગણતરી તા. ૨૮/૦૪/૨૦૨૬ના રોજ સવારના ૦૯.૦૦ કલાકથી હાથ ઘરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મતદાન તેમજ મતગણતરી પ્રક્રિયાના સુચારૂ આયોજન અંગે માહિતી આપવાના હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે અમરેલી જિલ્લાના મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે અપીલ કરી હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે, અમરેલીમાં ૧૧ તાલુકા પંચાયતની ૧૯૦ બેઠકો પૈકી ૪ બેઠક (જાફરાબાદ તાલુકાની બારપટોળી, રોહીસા, વઢેરા, તથા બાબરા તાલુકાની ચમારડી બેઠક) બિનહરીફ થયેલ છે બાકીની ૧૮૬ બેઠકો પર કુલ ૫૫૩- ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે. જ્યારે જિલ્લા પંચાયતની તમામ ૩૪ બેઠકો પર કુલ ૧૦૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે. ઘારી નગરપાલિકામાં વોર્ડ નં. ૩ સંપૂર્ણ બિનહરીફ થયેલ છે જયારે જ્યારે અન્ય તમામ નગરપાલિકાઓમાં દરેક વોર્ડમાં ચૂંટણી યોજાનાર છે. ૬ નગરપાલિકાના હરીફ ઉમેદવારોની સંખ્યા કુલ ૪૬૧ છે.

તેમણે ઉમેર્યું કે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે પ્રિસાઇડીંગ ઓફીસર, પોલીંગ ઓફીસર સહીત કુલ ૫,૨૦૧ તેમજ ૨,૨૫૭ પોલીસ સ્ટાફ ચૂંટણી ફરજ બજાવશે. જ્યારે નગરપાલિકાઓની ચૂંટણીઓ માટે પ્રિસાઇડીંગ ઓફીસર, પોલીંગ ઓફીસર  સહીત કુલ ૧૦૮૩ તેમજ ૪૧૫ પોલીસ સ્ટાફ ચૂંટણી ફરજ બજાવનાર છે.

મતદારોની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે,  અમરેલી જિલ્લા પંચાયતની ૩૪ બેઠકોમાં ૪,૫૫,૪૫૦ પુરૂષ મતદાર, ૪,૦૯,૪૨૯ સ્ત્રી મતદાર, ૦૧ અન્ય મળીને કુલ ૮,૬૪, ૮૮૦ મતદારોની સંખ્યા છે.  જ્યારે તાલુકા પંચાયતની ૧૮૬ બેઠકોમાં ૪,૪૭,૦૦૩ પુરૂષ, ૪,૦૧,૬૦૮ સ્ત્રી અને ૦૧ અન્ય મળીને કુલ ૮,૪૮,૬૧૨ મતદારોની સંખ્યા છે. જ્યારે ૦૬ નગરપાલિકાની ૧૭૪ બેઠકો માટે ૧,૦૮,૬૯૮ પુરૂષ મતદારો, ૯૯,૧૬૩ મહિલા મતદારો, ૨૦ અન્ય મતદારો મળીને કુલ ૨,૦૭,૮૮૧ મતદારોની સંખ્યા છે.

તેમણે ઈ.વી.એમની સંખ્યા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ૧૦ ટકા રીઝર્વ સહિત જિલ્લા પંચાયતના મતદાન માટે ૧,૩૨૦ બી.યુ. અને ૧૩૨૦ સી.યુ ઈ.વી.એમ મશીન ફાળવવામાં આવ્યા છે. જ્યારે તાલુકા પંચાયતમાં ૧૩૨૦ બી.યુ, અને ૧૩૨૦ સીયુ, નગરપાલિકા માટે ૩૪૦ બી.યુ, અને ૩૪૦ સી.યુ ફાળવવામાં આવ્યા છે.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ-૨૦૨૬ના મતદાનના આંકડા તથા ૫રિણામ જાણવા માટે રાજય ચૂંટણી આયોગ, ગાંઘીનગર દ્વારા વિકસાવેલ પોર્ટલ https://sec-poll.gujarat.gov.in પર વિગતો ઉપલબ્ઘ થઇ શકશે.

અમરેલી જિલ્લાની અમરેલી જિલ્લા પંચાયત તથા તમામ-૧૧ તાલુકા પંચાયતો અને કુલ-૬ નગરપાલિકા (અમરેલી, સાવરકુંડલા, બગસરા, બાબરા, દામનગર, ધારી) ના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં કામ કરતા અથવા ચૂંટણી હેઠળના વિસ્તારમાં નોંઘાયેલ કેન્દ્ર-રાજય સ૨કા૨ની કચેરી/સંસ્થાના કર્મચારીઓ, સહકારી, ખાનગી ક્ષેત્ર/બોર્ડ/નિગમની કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ/કામદારોને તેમજ દુકાન/વાણિજય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ, મોલ, દુકાનો,હોસ્પિટલોના કર્મચારી/કામદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે મત આપી શકે તે હેતુસર તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ નોકરીના સ્થળે મોડા આવવા અથવા વહેલા જવા દેવા અથવા મત આપવા માટેના સમય પૂરતી સવેતન રજા આપવા જાહેરનામું કરવામાં આવ્યું છે.

મતદાનના દિવસે ગરમીના કારણે મતદારો તથા પોલીંગ સ્ટાફને લૂ ની અસરથી બચવા માટે મતદાન ટૂકડીને ORS, પ્રાથમિક સારવાર માટેની દવાઓની કિટ ઉ૫લબ્ઘ કરાવવામાં આવનાર છે તેમજ આકસ્મિક સંજોગોમાં જરૂરિયાત ૫ડે તેવા સંજોગો માટે નજીકના હેલ્થ સેન્ટર ખાતે એમ્બ્યુલન્સની ૫ણ વયવસ્થા કરવામાં આવી છે.

અંતમાં તેમણે જણાવ્યું કે, જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત-નગરપાલિકાઓની ચૂંટણીઓ માટે તા. ૨૬.૦૪.૨૦૨૬ના રોજ યોજાનાર મતદાનના દિવસે અમરેલી જિલ્લાના તમામ મતદારો પોતાના મતદાન અઘિકારનો ઉપયોગ કરે તેવી અપીલ કરવામાં આવી છે.

આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ અઘિક્ષકશ્રી સંજય ખરાતે સંવેદનશીલ, અતિ સંવેદનશીલ મતદાનકેન્દ્રો અને પોલીસ બંદોબસ્ત સહિતની વિગતો આપી હતી.

પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી દિલિપસિંહ ગોહિલ, ડી.આર.ડી.એના નિયામક અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.જે. જાડેજા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દેસાઈ, પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના પકત્રકારો તેમજ જિલ્લા ચૂંટણી તંત્રના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા

Related Posts