અમરેલી

અમરેલી જિલ્લાની નગરપાલિકાઓ તેમજ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓમાં ભજ૫ના ઉમેદવારોને બહુમતીથી જીતાડવા મતદારોને અનુરોધ કરતા અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયા

અમરેલીના પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ અમરેલી જિલ્લાની નગરપાલિકાઓ તેમજ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવાર તરફે મતદાન કરી તેઓને જંગી બહુમતીથી જીતાડવા માટે મતદારોને અપીલ સહ અનુરોધ કર્યો છે.પૂર્વ સાંસદશ્રીએ જણાવ્યું છે કે, કેન્દ્રમાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને રાજ્યમાં મૃદુ – મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ની સરકાર દ્વારા ગરીબ, કિસાન, મહિલાઓ અને છેવાડાના લોકોના ઉત્થાનની સાથે સાથે ગામ અને શહેરનો પણ વિકાસ થાય તે માટે સતત નવી નવી યોજનાઓ અને પરિયોજનાઓ થકી વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યો છે

ત્યારે આગામી ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ અમરેલી જિલ્લાની ચલાલા, લાઠી, રાજુલા, જાફરાબાદ નગરપાલિકાઓ અને અમરેલી શહેરનાં વોર્ડ નંબર ૫ અને ૭, સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર ૩, દામનગર શહેરના વોર્ડ નંબર ૨ અને ૩ ની પેટા ચૂંટણીઓ તેમજ બાબરા તાલુકાની કરિયાણા તાલુકા પંચાયત અને ધારી તાલુકાની મીઠાપુર ડુંગરી તાલુકા પંચાયત સીટો ઉપર પેટા ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે તા. ૧૬ ના રોજ વધુને વધુ મતદાન કરી, ભાજપના ઉમેદવારોને બહુમતીથી વિજયી બનાવી ડબલ એન્જીનવાળી સરકારના હાથ વધુ મજબુત કરવા અમરેલીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયાએ મતદારોને અપીલ સહ અનુરોધ કરેલ છે

Follow Me:

Related Posts